એક વખત જામીન મંજુર થયા પછી ખાસ અને ફરજ પાડતા સંજોગો ના હોય તો જામીન રદ કરી શકાય નહિ. આ કેસ મા નામદાર સુપ્રીમ કોર્ટે એમ ઠરાવેલ છે કે,એક વખત જામીન મંજુર થયા પછી,તે જામીન ના હુકમ ને યાંત્રિક રદ ના કરી શકાય.જામીન હુકમ રદ કરવા માટે ફરજ પડતા સંજોગો અને ચોક્કસ કારણો હોવા જ જોઈએ.અને આરોપી ને ટ્રાયલ દરમ્યાન જામીન મુક્તિ નો લાભ મળવો જોઈએ અને તે લાભ ચાલુ રહેવો જોઈએ. જો નીચે જણાવેલા સંજોગો હોય તો જ જામીન રદ કરી શકાય.
(૧) જો આરોપી ન્યાયની પ્રક્રિયા તથા કાર્યવાહીમાં હસ્ત્ક્ષેપ હરકત કરતો હોય અગર તો, તે એવા પ્રકાર ના પ્રયત્ન કરતો હોય.
(૨) ન્યાયની પ્રક્રિયા થી દુર જતો રહ્યો હોય કે તેવા પ્રયત્નો કરતો હોય કે અવરોધ કરતો હોય.
(૩) જામીન મુક્તિનો જે લાભ મળ્યો છે તેનો કોઈપણ રીતે કે સ્વરૂપે ગેરલાભ લેતો હોય અગર દુરુપયોગ કરતો હોય તો.