જો નીચે મુજબ ના ગુણો તમારા માં નહિ હોય તો, તમે Best વકીલ નહિ બની શકો. વકીલાત નો વ્યવ્યાસ એક એવો વ્યવસાય છે. જે જમીન થી લઈને આસમાન સુધી પહોચાડી શકે છે. બસ સાચી દિશા માં મહેનત જોઈએ… 

વકીલાત સાંભળવાથી શરુ થાય છે. અને બોલવાથી પૂરો થાય છે. અસીલ જોડે થી તેની સંપૂર્ણ માહિતી સંભાળવાની અને તેને યોગ્ય ક્રમ માં મુકવાની અને તમારું લોજીક લગાવી ને એમાં કાયદા ની પ્રોવીજ્ન મૂકી ને કોર્ટ માં રજુ કરવાની , બસ એ સિવાય બીજી કોઈ આડી અવળી વાતો કે સમય બગાડવાની જરૂર નથી.  તેમ છતાં નીચે મુજબ ના ગુણો તમારા માં હોવા જોઈએ . તો વાંચી લેજો . અને આજે જ અનુકરણ કરી લેજો.

  • તમારી પાસે અસીલ તકલીફ માં હોય છે ત્યારે આવે છે. એટલે એને હમેશા દિલાસો આપો. અને તેની તમામ વાત સાંભળો 
  • @વકીલસાહેબ
  • અસીલ હમેશા સાચો છે. તેમ જ વર્તન કરતો. તેને એમ ના કહો કે તમે ખોટા છો. 
  • @વકીલ સાહેબ
  • ક્યારેય પણ એમ ના કહો કે આવું નહિ થાય, પરંતુ એમ કહો કે ચાલો તમારી વાત સાચિ છે. આપણે તેનો અભ્યાસ કરીશું. અને પછી અમલ માં મુકીશું. @વકીલસાહેબ
  • તમારા સ્ટાફ ને જુનીયર એડવોકેટ ને હમેશા ખુશ રાખો. એમનું શોષણ કરશો નહી. 
  • @વકીલસાહેબ
  • તમારા અસીલ ને મુદ્દત પહેલા અગાઉ ફોન કરો. અને એના ફોન નો તરત જવાબ આપો. તેનાથી અસીલ ને લાગશે કે તમે પર્સનલી તેમના કેસ માં રસ રાખી રહેલા છો. 
  • @વકીલસાહેબ
  • ફી માટે ક્યારેય ખોટું ના બોલો. જે છે. એ પહેલા થી જ કહી દો. અને બને તો ફી માટે નો એગ્રીમેન્ટ બનાવી દો અને ભવિષ્ય માં ફી વધે તો તેના કારણો પણ જણાઈ દો 
  • @વકીલસાહેબ
  • પાછળ થી ફી વધારશો તો તેમને તમારી ઉપર વિશ્વાસ બહુ નહિ રહે. એટલે ફી માટે ક્યારેય પણ રકચક ના કરવી.
  • @વકીલસાહેબ
  • અસીલ  તકલીફ તમારી આવક નો સ્તોર્ત છે  એટલે ઈમાનદારી બંને માં રાખજો.
  • @વકીલસાહેબ
  • અસીલ નો કેસ જીતવા માટે સંપૂર્ણ મહેનત કરજો. જરૂરી હોય ત્યાં વાંચજો… જાગજો…પણ કોર્ટ માં રજૂઆત જોરદાર કરજો. પાછા ની પડવાનું. 
  • @વકીલસાહેબ
  • અસીલ ને સાચું કહેજો. જીતી પણ જવાય અને હારી પણ જવાય ..કેસ માં કોઈ પણ પરિણામ આવશે. અને બીજું કે અસીલ જાતે પણ પોતાના કેસ નું ધ્યાન રાખે એ પણ કહી દેવું.
  • @વકીલસાહેબ
  • અસીલ ને કહેજો..વૈધ..વકીલ અને વે…  જોડે બધું ઉઘાડું કરવું પડશે.. તો જ સમસ્યા નું સાચું નીવાક્રરણ આવશે. જેથી અસીલ જોડે થી સંપૂણ માહિતી લઇ લેવી. 
  • @વકીલસાહેબ
  • ખોટા પ્રોમિસ ના કરો. 
  • @વકીલસાહેબ
  • ફાઈલ હમેશા અપ ટુ ડેટ રાખો. 
  • @વકીલ સાહેબ
  • એક અસીલ બીજા ૧૦ અસીલ ને લાવશે. એટલે વ્યવ્હાર ચોક્ખો રાખો. 
  • @વકીલસાહેબ
  • જયારે પણ કેસ પતે ત્યારે , તમારા અસીલ જોડે થી તમારા કામ નું લેખિત માં ફીડ બેક લેવાનું રાખો. 
  • @ વકીલ સાહેબ
  • સોસીયલ રહો. વેબસાઈટ બનાવો. ફેસબુક માં રહો. બિજનેસ વોટ્સ એપ રાખો. મોબાઈલ નંબર થી ડિરેક્ટરી રાખો. કેસ પતિ ગયા પછી પણ અસીલ ને ભૂલશો નહિ. ફેમીલી વકીલ ની જેમ જ રહો. 
  • @વકીલ સાહેબ
  • વકીલ સાહેબ વેબસાઈટ માં તમારા લેખ મુકો..કેશ જીત્યા હોય તેના લેખ, આર્ટીકલ , મુકો. અને પછી પોતાના ફેસબુક માં શેર કરો. જેથી તમારું જ્ઞાન લોકો જોઈ શકે. 
  • @વકીલસાહેબ
  • તમારી જેમ બીજા પણ બીઝી હોય છે. એટલે દરેક ના સમય ની કદર કરો. 
  • @વકીલસાહેબ
  • પોતાની ડાયરી રાખો. એના વગર વકીલ ના કેહવાય ભાઈ…. 
  • @વકીલસાહેબ
  • દરેક જગ્યા એ આ વાક્ય ગોખો નાખો  અને બોલો….. પ્લીઝ અને થેંક્યું. 
  • @વકીલસાહેબ
  • દરેક વખતે અસીલ ને કેસ ની જરૂર નથી હોતી, કોઈ વાર ખાલી સલાહ ની પણ જરૂર હોય છે. એટલે મદદ કરવામાં પાછા ના પડતા. એક સલાહ ભવિષ્ય ની ૧૦ કેસ લાવી શકે છે. 
  • @વકીલસાહેબ
  • હસતું મોઢું રાખજો..ઉતરેલી કઢી જેવું લઈને કદી કોર્ટ માં ના જતા. 
  • @વકીલસાહેબ
  • કોર્ટ માં મોબાઈલ વાપરવો નહિ. એનાથી તમારી મેચ્યોરીટી દેખાય છે. 
  • @વકીલસાહેબ
  • રોજ નવા લોકો ને મળો 
  • @વકીલસાહેબ
  • જે વસ્તુ તમને ના આવડતી હોય તે સીખવા લાગો , મોડું કશું પણ થયું નથી, કોમ્પ્યુટર, ગુજરાતી ટાય પીંગ વિગેરે… 
  • @વકીલસાહેબ
  • ખોટા હોય ત્યાં માફી માંગી લેવી..
  • @વકીલ સાહેબ
  • પર્સનાલીટી જોરદાર જ રાખવી.. લફર ફફ્રર કપડા પહેરી કોર્ટ માં ફરવું નહિ.. નહિતર ગરીબ વકીલ તરીકે ઓળખઈ જશો. 
  • @વકીલ સાહેબ
  • ભૂલો માંથી જ સીખવા મળે છે. એટલે ભૂલો કરતા અચકાવું નહિ. કૈક નવું જ જાણવા મળશે. 
  • @વકીલ સાહેબ
  • ખબર કશું ના પડતી હોય તો પૂછી લેવાનું , શરમ ની રાખવાની 
  • @વકીલ સાહેબ
  • અને હા છેલ્લે કાયદા નું સચોટ જ્ઞાન તો જોઇશે જ ..ઉપર નું બધું હશે પણ કાયદા નું જ્ઞાન નહિ હોય તો, નહિ ચાલે, જજ ને કાયદા નું જ્ઞાન નહિ હોય ચાલશે. પણ તમારે તો એના જ્ઞાન વગર ચાલશે જ નહિ. 
  • @વકીલસાહેબ
  • અને જો તમને અમારી આ પોસ્ટ ઉપયોગી લાગેલ હોય, તો અમારું ફેસબુક પેજ લાઈક કરજો. અને વેબ સાઈટ માં રજીસ્ટર થજો. અમે ફ્રી માં તમારા માટે આ તમામ વસ્તુ હમેશા લઈશું. 
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday