ઉપરના ચુકાદામાં ઠરાવેલ છે કે જામીન અરજી મંજુર કરતી વખતે મુકવામા આવતી શરતો પૈકી આરોપીનો પાસપોર્ટ જમા કરાવવાની શરત પણ અદાલત મૂકી શકે છે. એવું જરૂરી નથી કે પાસપોર્ટ જપ્ત કરવાનો હુકમ કરવાથી સત્તા માત્ર પાસપોર્ટ અધિકારી પાસે જ છે. આવી દલીલ અદાલતે નકારી કાઢેલી છે અને એમ ઠરાવેલ છે કે આરોપીને જામીન ઉપર છોડતી વખતે નીચેની અદાલત પણ પાસપોર્ટ જમા કરાવવાની શરત લાદી શકે છે.