આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, અરજદાર આરોપી ગરીબ કડિયો હતો અને તેની અપીલ સુપ્રીમ કોર્ટમાં ચાલતી હતી અને તેની જામીન અરજી મંજુર કરેલ હતી અને એવી સુચના આપવામાં આવેલ હતી કે ચીફ જ્યુડીસલ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય શરતો લાદી ને આરોપીને જામીન ઉપર મુક્ત કરવો અને ચીફ જ્યુડીસલ મેજિસ્ટ્રેટ દ્વારા રૂ. ૧૦,૦૦૦/- ના જામીન ઉપર મુક્ત કરવા શરત મુકવામા આવેલી પરંતુ આરોપી અરજદાર ગરીબ હતો અને આટલી મોટી રકમ ભરી શકેલ નહી તેથી નામદાર સુપ્રીમ કોર્ટે શરતમાં સુધારો કરીને રૂ. ૨૦૦૦/- ના જામીન અને જાત મુરચકા ઉપર છોડવાનો હુકમ કરેલો છે. ટુકમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે કોર્ટે એવી શરતનુ પાલન કરી શકે જ નહી અને હુકમ નિરર્થક બની રહે.