સાયબર કાફે માટેનો પરવાનો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો. |
૧. |
શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું લાઇસન્સ. |
૨. |
ખાદ્ય વાનગીઓના સ્થળ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો) |
૩. |
ગ્રેડ લાઇસન્સ (જો લાગુ પડતું હોય તો) |
૪. |
ભાગીદારી પેઢીનો ભાગીદારીના દસ્તાવેજની નકલ. |
૫. |
જો સ્થળ ભાડે રાખેલ હોય કે ભાડાપટ્ટે લીધેલ હોય તો ભાડાની પહોંચ. |
૬. |
કરની આકારણી/આપેલ કર અને પેન નંબર. |
૭. |
કોઇ પણ જોખમકારક ઇલેક્ટ્રિકલ સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં નહીં આવે તેવી ખાતરી કરાઇ લેવાની જવાબદારી સાયબર કાફેના માલિકની રહેશે. |
૮. |
જાહેર સલામતીની સાવચેતીનાં પગલાંના ભાગરૂપે ફાયર ફાઇટિંગનો સામાન રાખશે તેમ જ સમયાંતરે તેની જાળવણી કરાવશે અને તે અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે. |
૯. |
પ્રોમાઇસીઝમાં ટેલિફોન કામગીરી બજાવી રહ્યા છે તેને માટે જે તે ટેલિફોનનું બીલ રજૂ કરવાનું રહેશે. |
૧૦. |
શૈક્ષણિક સંસ્થાથી પ૦૦ મોટર્સની ત્રિજ્યામાં આવેલ હોય તેવા કિસ્સામાં તે અંગેની વિગતવાર માહિતી. |
૧૧. |
અરજદાર સ્થળની માલિકી ધરાવે છે તે દર્શાવતો દસ્તાવેજ. |
૧૨.. |
મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ અસોસીએશન જો હોય તો તેની નકલ (જો લાગુ પડતું હોય તો) |
૧૩. |
તેઓ એસોસીએશનના મેમ્બર છે તેવી વિગત દર્શાવતું પ્રમાણપત્ર (એસોસીએશન તેમના મેમ્બરોની વિગતવાર માહિતી દર્શાવતું પત્રક અને મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ એસોસીએશન મોકલવાનું રહેશે.) |
૧૪. |
જોડાણની વિગતો દર્શાવતું આઇ.એસ.પી.એ. આપેલ પ્રમાણપત્ર તેમ જ યુસરનેમ તેમ જ ફાળવેલ સ્ટેટિક ફિક્સ આઇ.પી.એડ્રેસ સાથે (પોતાના સાયબર કાફેમાં લોગબુકની સાથે મેઇન્ટેન કરવાનું રહેશે.) |
૧૫. |
આઇ.એસ.પી. તરફથી અપાયેલ પ્રમાણપત્ર કે કોઇ પણ પ્રકારે અરજદાર સેવાઓમાં હિસ્સો લઇ શકે. ફરીથી વેચી શકે કે તેનું વિતરણ કરી શકશે. (જો લાગુ પડતું હોય તો) |
૧૬. |
દરેક ક્લાયન્ટ અને સર્વર તથા પરેફરલ્સ સહિત બેસાડેલાં મશીનોની સંખ્યા અને તેની પૂરેપૂરી વિગતો (મોડેમ્સ, સ્કેનર, વેબકેમ્સ, માઇક્રોફોન્સ, ઓડિયો સીસ્ટમ, હાર્ડ ડિસ્કની મેઇક તથા બ્રાન્ડની યાદી સાથે એકજ વખત ફોર્મની સાથે માહિતી આપવાની રહેશે અને પછીથી જ્યારે પણ કોઇ પણ ફેરફાર થાય તો તે અંગેની માહિતી પોતાના સાયબર કાફેમાં રાખેલ રજિસ્ટરમાં તે અંગેની નોંધ કરવાની રહેશે. |
૧૭. |
વાંધાજનક અને અશ્ર્લીલ વેબસાઇટો માઇનર્સને જોતાં અટકાવવા માટે તેઓને ખુલ્લામાં બેસાડી અને સાયબર કાફેમાં કોઇ પણ પ્રકારનું કેબિન રાખવામાં નહીં આવે તેમ જ પાર્ટેશનનો ઉંચાઇ સ્કીનથી ર.પ ફૂટથી વધુ રાખવામાં નહીં આવે. |
૧૮. |
આંતરિક કોમ્પ્યુટર્સ નેટવર્કિંગ અને પરિફરલ્સની વિગતો તથા નેટવર્કની સાઇટ અને નેટવર્કની વિગત તેમ જ ઇન્ટરનેટ એડ્રેસની વિગતો પોતાના સાયબર કાફેમાં રાખેલ રજિસ્ટરમાં તે અંગેની નોંધ જાળવશે. |
૧૯. |
હાર્ડવેર/સોફ્ટવેર એન્જિનિયર/કન્સ્લટન્ટની વિગતો (જો લાગુ પડતું હોય તો) |