જામીન રદ કરવાની સતા એ અસામાન્ય વિશાળ સતા છે તેથી આ સત્તા નો ઉપયોગ માત્ર યોગ્ય કિસ્સામાં કરવો જોઈએ. આ કેસમાં આરોપી સંજય ગાંધી વગેરેએ ઈ.પી.કો. કલમ ૧૨૦(બી) સાથે વાંચતા કલમ ૪૦૪,૪૩૫ તથા કલમ ૨૦૧ મુજબ નો આક્ષેપ હતો અને તેણે આગોતરા જામીન મેળવેલ હતા ત્યારબાદ ફરિયાદપક્ષે જામીન રદ કરવા માટે હાઈકોર્ટ મા અરજી કરેલી અને હાઈકોર્ટે અરજી રદ કરેલી જેથી સરકાર સુપ્રીમ કોર્ટમા ગયેલી અને નામદાર સુપ્રીમ કોર્ટે એમ ઠરાવેલ છે કે, જામીન ના મંજુર કરવા તે સહેલું છે પરંતુ આપેલ જામીન રદ કરવા તે ખરેખર સહેલું નથી. આપેલ જામીન ના મંજુર કરવા તે સહેલું છે આપેલ જામીન રદ કરવા તે ખરેખર સહેલું નથી.આપેલ જામીન ના મંજુર કરવા માટેના પૂરતા અને ખાસ કારણો હોવા જોઈએ. માત્ર એવી હકીકત રજુ કરવામાં આવે છે કે, આરોપીઓ હોસ્ટાઇલ થઈ રહેલા છે અને બાકી ના સાહેદો સાથે ચેડા થવાની શક્યતા છે તેટલી હકીકત માત્રથી જામીન કેન્સલ થઈ શકે નહિ જો કે નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ અંશત: મંજુર કરેલી હતી અને સંજય ગાંધી ને એક માસ માટે જેલમાં રહેવું પડેલ હતું.