શી અપેક્ષા રાખી શકાય ? માર્ગ અકસ્માતના કેસમાં વાહનના ડ્રાઇવરે ઈજાગ્રસ્તને મેડિકલ સારવાર મળે તે માટે પ્રયત્નો કરવા જોઈએ. · ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલે પહોંચાડી શકાય (આવી સેવા આપનારને પોલીસ અધીક્ષક દ્વારા પ્રશંસાપત્ર અપાશે). · ડોક્ટરે ઈજાગ્રસ્તની સારવાર ફરિયાદની રાહ જોયા વિના ત્વરિત કરવી જોઈએ. · લાઇસન્સ કે રજિસ્ટેશન વિના વાહનમાલિકે પોતાનું વાહન ચલાવવા આપવું જોઈએ નહીં. · ગુનાની તપાસમાં પંચ કે સાક્ષી તરીકે રહીને પોલીસને મદદ કરવી જોઈએ (ગંભીર ગુનો સાબિત થાય ત્યારે પંચ કે સાક્ષીને પોલીસ અધીક્ષક દ્વારા પ્રમાણપત્ર આપશે). · અનડિટેક્ટ ગુનાની જગ્યા જેમની તેમ રહેવા દો. જેથી ડોગ તથા સાયન્ટિફિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે. · અસામાજિક તત્ત્વોની ગુનો કરવાની તૈયારી અંગે માહિતી આપનારની ગુપ્તતા જળવાશે. · અકસ્માત બનતા તાત્કાલીક સારવાર અર્થે ઇજા પામનારને ખસેડવા |
વાહન અકસ્માત અટકાવવાના સુચનો
· બ્રેક, પાણી, સ્પેર વ્હીલ ચકાસી લેવાં. રિફલેક્ટર હોવું જોઈએ.
· આંજી નાખે તેવી લાઇટ ન રાખવી. ડીપરનો ઉપયોગ કરવો.
· ઓવરટેઈક કરતાં પહેલાં ખાતરી કરો. ઉતાવળ ન કરો. વળાંકમાં વાહન ધીમું રાખો.
· નિશાળ હોસ્પિટલ પાસે વાહન ધીમું ચલાવો. રાત્રે આગળના વાહનની સાઇડ કાપતાં પહેલાં ડીપરનો ઉપયોગ કરી સામેનાને જાણ કરો. સામે આવતાં વાહનો સામે ડીમ લાઇટનો ઉપયોગ કરો.
· જે દિશા તરફ જવા માગતા હો તે મુજબ સંજ્ઞા બતાવો.
· શહેરમાં સ્વયંસંચાલિત લાઇટ દ્વારા ટ્રાફિક નિયમન થાય છે. લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખો. પીળી લાઇટ થાય એટલે વાહન ચાલુ કરો. લીલી લાઇટ થાય એટલે વાહનને હંકારો.
· ડ્રાઇવિંગ લાઇસન્સ કે વીમાની મુદત પૂરી થયા બાદ અકસ્માત થાય તો વીમો ન મળે. સમયસર રિન્યુ કરાવો.
· અગાઉથી હોર્ન વગાડો. બહુ નજીક જઈને હોર્ન વગાડવાથી અકસ્માતની સંભવાના રહે છે.
· ટ્રેક્ટરમાં ડ્રાઇવરની સીટની બન્ને બાજુ મડગાર્ડ ઉપર કે ટ્રેક્ટરની પાછળ કલ્ટિવેટર કે સાંતી ઉપર મુસાફરો બેસે છે તે ગેરકાયદે છે. અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી ગણાય.
· ઊંટગાડી, બળદગાડી પાછળ રિફલેક્ટર કે રેડિયમ પટ્ટી લગાડવી અને વાહન પાછળ બ્રેક લાઇટ હોવી જોઈએ.
· વાહનની ડ્રાઇવર સાઇડની હેડ લાઇટ ઉપર જમણી બાજુ પીળો પટો કરાવવો અને બન્ને હેડ લાઇટ વચ્ચે કાળાં ટપકાં કરાવવાં.
· રેલવે ક્રોસિંગ પાસે સૌથી આગળ જવા રોંગ સાઇડમાં વાહન ન હંકારો. સામેથી આવતા વાહન માટે સાઇડ ખાલી રાખો અને વાહન હંમેશાં ડાબી બાજુ ચલાવો. ઓવરટેઈક આગળના વાહનની જમણી બાજુએથી જ કરો.
· દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું. વાહન નશો કરી ન ચાલવવું. ટેન્શનમાં વાહન ન ચલાવવું.
· રસ્તાની વચ્ચે કે અડચણ થાય તે રીતે વાહન ઊભું ન રાખવું. બીજા વાહન સાથે હરીફાઈમાં ન ઊતરો. પ્રતિષ્ઠા અને વટનો વિષય ન બનાવો.
· ચાલુ વાહને ક્લચ ઉપર પગ ન રાખો. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું નહીં. વાહન સ્લિપ ન થાય તેની તકેદારી રાખવી.
· વિચિત્ર પ્રકારના હોર્ન વાહનમાં લગાડવા કે વગાડવા નહીં. પુરઝડપે વારંવાર વાહન હંકારવું નહીં.
· વળાંક વાળા રસ્તાપર વાહન ધીમે ચલાવવું.
મુસાફરોએ શું કાળજી લેવી ?
|
પોલીસે માર્ગ અકસ્માત નિવારવા શું કાળજી લેવી ?
· માર્ગ અકસ્માત કઈ જગ્યાએ, કયા સમયે, કયા કારણસર વધુ બને છે તેની સમીક્ષા કરી તેના ઉપાયો શોધવા.
· રાત્રે માર્ગ વચ્ચેના ડિવાઇડર સાથે વાહનો ન અથડાય તે માટે ડિવાઇડર પાસે રિફલેક્ટરની વ્યવસ્થા કરો અને કેટ આઇઝનો ઉપયોગ કરો.
· રોડ, ફૂટપાથ ઉપર અડચણ કરનારા સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ ર૮3 હેઠળ ગુનો દાખલ કરી અડચણરૂપ વસ્તુને કબજે લેવી.
· નશો કરીને વાહન ચલાવતા વાહનચાલક સામે મોટર વ્હીકલ એક્ટ કલમ ૧૮પ હેઠળ ગુનો દાખલ કરાવો.
· ”નો પાર્કિંગ ઝોન”માં વાહન પાર્ક કરે તો ઇન્ડિયન પિનલ કોડ કલમ ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરાવવો.
· ફરિયાદની કાર્યવાહી કરતાં પહેલાં તરત જ ઈજાગ્રસ્તને દવાખાને પહોંચાડવાની કાર્યવાહી કરો.
· ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકો સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખો.
· નાનાં બાળકોની હાજરીમાં ટ્રાફિકના મેમા ન આપવા. મોટર વ્હીકલ એક્ટ કલમ ર૦૭ હેઠળ વાહન ડીટેઈન કરો ત્યારે મહિલા, બાળકો રોડ વચ્ચે નિરાધાર ન મૂકી દેવાં અને તેઓને જે તે જગ્યાએ મોકલી આપવાની કાળજી લેવી.
· વાહનો અવર લોડીંગ હોય તો તેને દંડ કરવો..
ચાલો મંથન કરીએ
· ગુનેગારો સાથે સખતાઈ જોઈએ, લોકો સાથે સભ્યતા. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસ માટે આદર હોવો જોઈએ.
· પોલીસ દળ સંવેદનશીલ છે. પારદર્શક અને ઉત્તરદાયી છે તેવી લોકોને સહાનુભૂતિ થવી જોઈએ.
· લોકોમાં વિશ્વાસ ત્યારે જ દૃઢ બને જ્યારે લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ અને તંત્ર લોકો પ્રત્યે સંવેદનશીલ બને.
· પોલીસ દળ સંવેદનશીલ ત્યારે બને જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે ત્યારે.
· પોલીસ તંત્રમાં ડેમોક્રેટિક મેનર્સ-લોકશાહી રીતભાત અને ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન-લોકશાહી સંચાલનની જરૂર છે તો જ પારદર્શકતા આવે. પારદર્શકતા જ વહીવટને શુદ્ધ રાખી શકે છે અને તો જ તંત્ર ઉત્તરદાયિત્વ બની શકે. તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે. લોકજાગૃતિ નાગરિક સભાનતા.
· લોકો દ્રારા પોલીસને ગુન્હેગારોની માહીતી પુરી પડે અને માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવે તે જોવુ જરૂરી છે.