કોર્ટ પ્રોસીડિંગ

1.પોલીસ સ્ટેશન
-ફરિયાદ
-F.I.R
-ધરપકડ
-જરૂર હોય તો રિમાન્ડ / રિમાન્ડની જરૂર ન હોય તો 24 કલાકમાં આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરી જામીન અપાય……

2.જ્યારે આરોપીઓને કોર્ટ સમક્ષ જામીન માટે હાજર કરાય ત્યારે….

-વેલ્ફેર ટીકીટ + 2 રૂપિયાની ટીકીટ સાથે વકીલાતનામું અને જામીન અરજી સાથે સહી કરી, ચકાસણી કરીને નામ.કોર્ટ સમક્ષ દાખલ કરવું.

જામીન અરજી
-આરોપી જેલમાં હોય તો જામીન અરજી પર ટીકીટ લગાવી શકાશે નહિ.

-નામ.કોર્ટના આદેશ અન્વયે જામીન અરજી મંજૂર થાય તો જ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકવાની રહેશે….

જામીન માટે જરૂરી ડોક્યુમેન્ટ

-જામીન સ્વીકારવા માટેની અરજી
(રૂ.3 ની ટીકીટ લાગશે.)

-સોગંદનામું (ફોટો)

-જામીનદારનું આધારકાર્ડ
(સહી સાથે)

-મિલકત દસ્તાવેજ નકલ
7/12, 8(અ)

-ઘર વેરાની પાવતી

-બોન્ડ
(નામ.કોર્ટ એ સૂચવેલ શરતોનો ઉલ્લેખ એ બોન્ડમાં સામેલ કરીને લખવાની રહેશે..)

-બોન્ડ નકલમાં આરોપી + જામીનદાર બંને તરફે શરતોને આધિન રહેશે..

(બોન્ડમાં રૂ.2 ની ટીકીટ લગાવવાની રહેશે.)

-નામ.કોર્ટ દ્રારા જામીન અરજીના ઓર્ડરમાં શરતો આપેલ હોય જેમાં સરનામું તથા પાસપોર્ટની શરતનો ઉલ્લેખ થયેલ હોય તો બંને માટે અલગ પુર્શિદ આપીને નામ.કોર્ટ સમક્ષ જાહેર કરવું.

-ત્યાર બાદ આરોપની તપાસ પૂર્ણ થતાં નામ.કોર્ટ સમક્ષ પોલીસ, નામ.કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરશે.

-નામ.કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ થતાં,,,,નામ.કોર્ટ આરોપીને સમન્સની બજવણી કરાવશે..
(કોર્ટમાં હાજર રહેવા માટે)

-આરોપી નામ.કોર્ટ સમક્ષ હાજર થાય ત્યારે….

સૌપ્રથમ વકીલાતનામું/વકીલપત્ર/વી.પી ફાઈલ કરવું.

1 પ્લી માટે
2 પુરાવા માટે
3 એફ.એસ માટે
4 દલીલો માટે
5 જજમેન્ટ માટે
( ઓર્ડર માટે )

પ્રોસીડિંગ સ્ટેજ

પ્રથમ સ્ટેજ-
પ્લી રજૂઆત માટે ઉદા. આરોપીનું સ્ટેટમેન્ટ

બીજું સ્ટેજ
1.ફરિયાદી તપાસ
2.પંચ તપાસ
3.સહીદો તપાસ
4.ડોક્ટર તપાસ
5.તપાસ અધિકારીની તપાસ

પ્રથમ બોક્ષમાં આવે ત્યારે સરકારી વકીલશ્રી દ્રારા સર તપાસ ત્યારબાદ બચાવ પક્ષના વકીલશ્રી દ્રારા ઉલટ તપાસ લેવાશે.

ત્રીજું સ્ટેજ
એફ.એસ માટે
(ફર્ધર સ્ટેટમેન્ટ માટે)
વધારાનું આરોપી નિવેદન માટે…

નામ.કોર્ટના સ્ટેટમેન્ટમાં હા/ના વિગેરેથી જવાબ

ચોથું સ્ટેજ

દલીલ બન્ને પક્ષે

શ્રી સરકાર વકીલશ્રી
બચાવ પક્ષ વકીલશ્રી

પાંચમું સ્ટેજ

જજમેન્ટ/ઓર્ડર

(નામ.કોર્ટ રજૂ કરશે)

*નામ.કોર્ટ જો જજમેન્ટ/ઓર્ડર આપે, જો આરોપીના તરફેણમાં આપે/હોય તો એ અપીલ પ્રિયડ સુધીમાં જામીન આપવા….

★નોંધ★
મારી સૂઝ/સમજણ પ્રમાણે લખેલ હોય કોઈ ક્ષતિ રહી ગયેલ હોય તો સુધારી લેશો અને મારું ધ્યાન પણ દોરજો એ બાબતને લઈને

નમસ્કાર🙏
જિતેન્દ્ર યુ જોષી

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday