નામ. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૦ ક્રિમીનલ લો જર્નલ પાનાં નં. ૩૮૮૯ સ્ટેટ ઓફ યુ.પી. વિરુદ્દ ક્રિશ્ના માસ્તર ના ચુકાદા માં પ્રસ્થાપિત કરેલ સીન્ધાંત મુજબ જયારે કોઈ ફોજદારી કેસ માં કેસ ની પરીસ્તીથી , તમામ પરિબળો તેમજ ફરિયાદ પક્ષ તરફ થી રજુ કરવામાં આવેલ પુરાવા નું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે તેમાં વિરોધાભાષ, અતીરેક્ત્તા ના કારણે ફરિયાદ પક્ષ ના સમગ્ર કેસ ને અસર થતી ના હોય તો તેવો પુરાવો સ્વીકારી શકાય છે. કારણ કે ક્યારેક આવી વિસંગતતા, વિરોધાભાસ અગર તો અતીરેકતા શાહેદ એવા ભય સાથે ઉત્પન્ન કરતા હોય છે કે અદાલતો એના ઉપર અવિશ્વાસ કરી ના બેસે. તેમજ સાહેદો ની દિવસો સુધી લાંબી લાંબી ઉલટ તપાસ કરવામાં આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ ના પુરાવા માં વિરોધાભાસ, અતિરેક આવે. સદર ચુકાદા એવું પણ જણાવેલ છે કે , ફરિયાદ પક્ષ દ્વારા રજુ કરેલ પુરાવા નું જીવન ની વાસ્તવિકતા ને નજર સમક્ષ રાખીને મૂલ્યાંકન કરવું જોઈએ. માત્ર ટેકનીકલ કારણોસર આખોય પુરાવો ડિસ્કાડ કરવો જોઈએ નહિ. સાહેદે આપેલી જુબાની કઈ પરીસ્તીથી માં આપેલ છે કઈ પરીસ્તિથી માં બનાવ બનેલ છે. બનાવ બાદ ની પરીસ્તીથી , શાહેદ નું જ્ઞાન, બનાવ વખત ના પરિબળો, કેવા સંજોગો માં જુબાની આપેલ છે તે હકીકતો ને અનુલક્ષી ને જ પુરાવા નું મુલ્યાંકન કરવું જોઈએ. ક્રિમીનલ ન્યાયિક કાર્યવાહી માં સાક્ષી ઓ નો કેસ ની હકીકત ને પુરવાર કરવા અતિ મહત્વું નો ભાગ રહેલો હોય છે. સાક્ષીઓ ન્યાયિક કાર્યવાહી ના આંખ અને કાન છે. ભારતીય પુરાવા ના કાયદા ની કલમ ૩ માં પુરાવા ની વ્યાખ્યા આપેલી છે. તેમાં સાક્ષી ઓ ના નિવેદન નો સમાવેશ કરેલ છે. તથા ભા.પુ.કાયદા ના પ્રકરણ ૪ મુજબ મૌખિક પુરાવા ની જોગવાઈ આપેલી છે મૌખિક પુરાવા નું મુલ્યાંકન કરતી વખતે પુરાવા ના કાયદા ના ૩ મહત્વ ના સીધાંતો ને ધ્યાન માં રાખવા જરૂરી છે.
- Oral Evidence Must be Direct
- Hearsay Evidence is Not Admissible.
- All Evidence must confined to Fact in Issue and relevant fact and relevant fact.