નાગરિક સુરક્ષા સંહિતા 2023 માં કલમ .356 માં જે આરોપી કોઈ ઈન્કવાયરી માં કે કેસ ની કાર્યવાહી માં કે જજમેન્ટ સમયે હાજર રહેતો ના હોય અને ભાગેડુ જાહેર કરેલ હોય તો, તે અંગે ની કાયદા ની જોગવાઈઓ.

  • જયારે વ્યક્તિ ભાગેડુ જાહેર કરેલ હોય, અને તેને જોઈન્ટ માં કે સાથે ચાર્જ ફ્રેમ કરેલ હોય કે ના હોય, જે કેસ ની કાર્યવાહી થી દૂર ભાગતો હોય, અને જેને નજીક માં સમય માં પકડી શકાય તેમ ના હોય, તો કોર્ટ તેના કારણો ની નોંધ કરી ન્યાય ના હિત  માં , તો તે હાજર છે તેવું માની ને કોર્ટ ની કાર્યવાહી શરુ કરશે
  • પરંતુ – ચાર્જ ફ્રેમ થયા પછી ના 90 દિવસ શરુ કરવાની રહેશે.
  • અને નીચે મુજબ ની પ્રક્રિયા અનુસરવાની રહેશે.
  • 30 દિવસ ના સમયગાળા માં બે વખત નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરેલ હોવું જોઈએ.
  • આરોપી નું છેલ્લું સરનામું હોય ત્યાં ના લોકલ અથવા નેશનલ ન્યુઝ પેપર માં જાહેરાત આપી 30 દિવસ માં હાજર થવાનું કહેવાનું રહેશે.
  • તેના સાગા સંબંધી કે મિત્રો ને જાણ કરવાની રહેશે.
  • કેસ ની કાર્યવાહી તેની વિરુદ્ધ માં એકતરફી ચાલી જશે તેવી નોટિસ તેના ઘરે અને પોલીસ સ્ટેશન માં લગાવવાની રહેશે.
  • ભાગેડુ આરોપી નો વકીલ ના હોય, લીગલ માંથી વકીલ આપવાનો રહેશે.
  • સાહેદો તાપાસેલાં હોય તે આરોપી ના વિરુદ્ધ માં પુરાવા માં ગણવાના રહેશે.
  • ભાગેડુ આરોપી જો પકડાઈ જાય તો, તેને પુરાવાઓ રજૂ કરવાનો મોકો આપવાનો રહેશે.
  • આવા કેસ માં પુરાવો ઓડિયો – વિડિઓ થી રેકોર્ડ કરવાનો રહેશે.
  • કાર્યવાહી દરમિયાન જાણીબુઝી ને હાજર ના રહેતા આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી રોકી શકશે નહિ. જજમેન્ટ આપી દેવામાં આવશે.
  • જ્યાં સુધી અપીલ કોર્ટ પરવાનગી ના આપે ત્યાં સુધી ભાગેડુ આરોપી નું જજમેન્ટ ચેલેન્જ થઇ શકશે નહિ.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday