પ્રિઝન્સ એક્ટની કલમ – ૫૧ (એ)
આ જોગવાઈ મુજબ, કોઈ પણ સજાવાળા કેદીને તેની સજા કે સજાનો અમુક ભાગ મોકૂફ રાખવામાં કે માફ કરવામાં આવી હોય, અને તેવી કોઈ પણ શરત કે શરતોનો ભંગ કરશે ત્યારે સક્ષમ સત્તાધિકારી આવા સજા મોકૂફી કે માફીના હુકમો રદ કર્યે, કોઈ પણ પોલીસ અધિકારીએ આવા કેદીને વગર વોરંટે પકડીને જેલ હવાલે કરવાનો રહેશે.
પ્રિઝન્સ એક્ટની કલમ – પ૧ (બી)
આ જોગવાઈ મુજબ, કોઈ પણ સજાવાળા કેદીને તેની સજા કે સજાનો અમુક ભાગ મોકૂફ રાખવામા કે માફ કરવામાં આવી હોય, અને તેવી કોઈ પણ શરત કે શરતોનો ભંગ કરશે ત્યારે તેની સામે નામદાર કોર્ટમાં ફોજદારી કાર્યવાહી પણ કરી શકાશે, જે મુજબ કેદીને આવી શરતોનો ભંગ કરવા બદલ તેની આગળની સજા ઉપરાંત બે (૨) વર્ષ સુધીની સજા અને દંડ અથવા બન્ને સજા નામદાર કોર્ટ ફરમાવી શકશે.