ઉપરોક્ત કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ છે કે, જામીન અરજી મંજુર કરતી વખતે અગરતો નકારતી વખતે નીચેની અદાલતે,ભલે ટુકમાં, પણ કારણો જણાવવા જ જોઈએ. આ કેસમાં પેરીટી(સમાનતા) ના ગ્રાઉન્ડ ઉપર જામીન ઉપર છુટવા અરજી કરવામાં આવેલ હતી. જેમાં નામદાર કોર્ટે ઠરાવેલ છે કે, બે આરોપીઓનો ગુનામાં ભજવેલો ભાગ એક સરખો હોય તેના આધારે સમાનતાના ધોરણે જામીન અરજી મંજુર થઈ શકે નહિ. પરંતુ સંજોગો તથા આરોપીનું ગુનો કર્યા પછી નુ વર્તન વગેરે પણ ધ્યાને લેવા જોઈએ. તેમ ઠરાવીને નામ. કોર્ટે ઠરાવેલ છે કે પેરીટી સિદ્ધાંત હાથ પરના કેસમાં લાગુ પડતો નથી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?