જમીનનો હુકમ રદ કરવાનો હુકમ ગંભીર પ્રકારનો ગણી શકાય. કારણકે આ હુકમ થી વ્યક્તિની સ્વતંત્રતાને સીધી અસર થાય છે. તેથી સહેલાયથી આવો હુકમ ના કરવો જોઈએ. જામીન રદ કરવા માટે સંજોગો તેમજ કારણો અરજદારે બતાવવા જોઈએ. માત્ર ગુનો ગંભીર પ્રકારનો છે તેથી જામીન રદ કરવા જોઈએ તે દલીલ યોગ્ય નથી અને તે કારણોસર જામીન નો હુકમ રદ ના કરી શકાય.