ઉપરના ચુકાદામાં દિલ્હી હાઈકોર્ટે કલમ ૪૩૯ હેઠળની જામીન અરજી મંજુર કરતી વખતે ઠરાવેલ છે કે, નીચેની અદાલતે ઘણા બધા પાસાઓ જામીન અરજી નો નિર્ણય કરતી વખતે ધ્યાન મા લેવાના છે અને જો આરોપી સામેથી કેસમાં આજીવન કેદની સજા અગર તો દેહાંત દંડની સજાની જોગવાઈ ન હોય તો સામાન્ય સંજોગોમા તેને જામીન ઉપર મુક્ત કરવો જોઈએ. સિવાય કે, આરોપીને જામીન મુક્ત કરવાથી પોલીસ તપાસમા અડચણ ઉભી થવાની સંભાવના હોય અથવા તો ફેર ટ્રાયલ સંભાવના હોય.