૪૯૮(ક) ટ્રાયલ તબક્કાવાર
૪૯૮(ક) ની ટ્રાયલ ના તબક્કાઓ નીચે મુજબ છે.
- એફ આઈ આર ( પ્રથમ દર્શનીય અહેવાલ / First information report )
- પોલીસ ની તપાસ ( જો કરવામાં આવે તો ) અને આરોપી માટે જેલ જેના માટે પોલીસ ને વોરંટ ની પણ જરૂર નથી. જો કે અમુક રાજ્યો માં ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ ની પરવાનગી ની જરૂર હોય છે.
- બેલ . પોલીસ પોલીસ કસ્ટડી ની માંગ કરે છે કે જે માં આરોપી ઓ ની ઉલટ તપાસ અને બીજી ચીજ વસ્તુ ઓ પાછી મેળવવાની પ્રયત્ન કરે છે. ( કલમ ૪૦૬). પછી આરોપી ઓ દલીલ કરશે કે કસ્ટડી માં તપાસ જરૂરી નથી. પછી મેજીસ્ટ્રેટ જ્યુડીશીયલ કસ્ટડી નો ઓર્ડર આપે છે. પછી આરોપી ઓ બેલ માટે અરજી કરે છે.આ અરજીનો સરકારી વકીલ અને ઈન્વેસ્ટીગેશન ઓફિસર (પોલીસ) ને પૂછવામાં આવે છે. સામાન્ય રીતે આ બંને જામીન અરજી નો વિરોધ કરે છે તેના પછી આરોપી ના વકીલ તરફી દલીલ અને બેલ મંજુર રાખવામાં આવે છે. આ તબક્કે બેલ નહિ મળે તો સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ કશેક તો મળી જ જશે). એક અગત્ય ની વાત એ છે કે જામીન એ હમેશા જ્યુડીશીયલ કસ્ટડી માંથી જ આપવામાં આવે છે , પોલીસ કસ્ટડી માંથી નહિ.
- પછીકોર્ટમાં જવાનીજરૂર નથી.ચાર્જશીટ કોર્ટ માંગયાપછીપોલીસ સમન્સ મોકલે છે અથવા તો ફોન કરી ને કોર્ટ માં આવવા માટે અનેચાર્જશીટ લેવા નીસુચના આપે છે. આ સમય સુધી કોર્ટ માં જવાની કોઈ જ જરૂર નથી. પણ હમેશા ધ્યાન રાખવું જોઈએ કારણ કે ચાર્જશીટ ફાઈલ કાર્યા પછી કેટલીક વાર પોલીસ કે કોર્ટ કોઈ પણ જાત ની માહિતી મોકલતું નથી. આ વસ્તુ થી આરોપી ને કોઈ નુકશાન નથી પરંતુ મુલ્યવાન સમય વ્યર્થ જાય છે.
- સમન્સ પછી ને પહેલી તારીખ પર દરેક આરોપી ઓ ને ચાર્જશીટ વિના મુલ્યે સરકારી વકીલ દ્વારા કોર્ટ માં પૂરી પાડવામાં આવે છે. કોર્ટ / જજ સાહેબ કેટલીક વાર આરોપી ઓ ને પૂછે છે કે તેઓ ગુનો કબુલ કરે છે કે કેમ. સામાન્ય રીતે આરોપી કહે છે કે હું ગુનેગાર નથી. ચાર્જશીટ ને બરાબર જોઈ લો, આને ફાઈનલ રીપોર્ટ પણ કહે છે. ચાર્જશીટ માં સાક્ષી ઓ ની યાદી , અન્ય દસ્તાવેજો હોય છે. ઘણી વાર તે સાથે આપવામાં નથી આવતા આ બાબતે કોર્ટ નું ધ્યાન દોરો.
- આ પછી તારીખો અને આરોપી ઓ એ આ તારીખો ભરવી રહી. અથવા તો કલમ ૨૦૫ હેઠળ કાયમી ગેરહાજરી ની અરજી મૂકી દો. (ટ્રાયલ શરુ થાય ત્યાં સુધી)
- હવે પછી ચાર્જીસ / ગુના ઓ નક્કી કરવામાં આવે છે (કલમ ૨૪૦) આ તબક્કા માં આરોપી ઓ ગુના ની કલમ વિષે વિરોધ કરી શકે છે. આ તબકક્કા પહેલા ડિસ્ચાર્જ ની અરજી પણ કરી શકાય (કલમ ૨૩૯) કે જેમાં જે આરોપીઓ સામે દેખીતી રીતે ગુનો નહિ બનતો હોય અથવા તો કોઈ આરોપો નહિ હોય તેનું નામ કેસ માં થી કમી કરી શકાય.
- પછી પ્રથમ સાક્ષી – પત્ની. સરકારી વકીલ તેને એફ આઈ આર ના આધારે સવાલ પૂછશે. પછી આરોપી નો વકીલ તેણી ઉલટતપાસ કરશે.
- પછી તેના પપ્પા , મમ્મી , બહેનો જેના જેના નામ પોલીસે સાક્ષી તરીકે લીધા હોય અને જેના જવાબો લીધા હોય તે બધા ની તપાસ અને ઉલટતપાસ. ( આ યાદી આરોપી ને આપેલી ચાર્જશીટ માં જોઈ શકાય છે).
- પછી પોલીસ અધિકારી ની સરકારી વકીલ દ્વારા તપાસ અને આરોપી ના વકીલ દ્વારા ઉલટતપાસ.
- આ પછી ફરિયાદી નો પુરાવાનો તબક્કો બંધ થાય છે. આરોપી ને કોઈ સાક્ષી હોય તે ને બચાવ પક્ષ ના સાક્ષી તરીકે બોલાવવા માં આવે છે. ( સામાન્ય રીતે બોલાવવા માં નથી આવતા કારણ કે તે ભૂલ થી જો કઈ આરોપી ની વિરુદ્ધ માં કાઈક બોલી દે તો )આરોપી તરફે ના સાક્ષીઓ ની આરોપી નો વકીલ તપાસ કરશે અને સરકારી વકીલ ઉલટતપાસ કરશે.
- આ પછી આરોપી ઓ નો જવાબ મેજીસ્ટ્રેટ લે છે (કલમ ૩૧૩).
- પછી સરકારી વકીલ ની દલીલ અને પછી આરોપી ઓ ના વકીલ ની દલીલ.
- જલસા કરો – હવે ઓર્ડર /ચુકાદો. ગુના મુક્ત / સજા .
- વિગતવાર ચુકાદો થોડા દિવસ પછી મળશે. તમારા વકીલ શ્રી ને તે ચુકાદા ની નકલ માટે કહી રાખો.
ડો. અમી યાજ્ઞિક (લેખિકા જાણીતાં ધારાશાસ્ત્રી છે.), લો ફોર લેડીઝ