GST નું બિન-પાલન કરવાના પરિણામો –
- લેટ ફી
- રજીસ્ટ્રેશન કેન્સલ
- માલ અને/અથવા સુવિધા ની જપ્તી અને દંડ
- કેદ અને દંડ
GST ના અપરિપાલન માટે ઘણા બધા પરિમાણો ઠરાવેલ છે. આ ગુનાની તીવ્રતા પર આધાર રાખે છે. આ માટેના દંડ GST હેઠળ કરચોરો વધારે સખ્ત બનાવવામાં આવ્યા છે. હાલની સિસ્ટમ મુજબ કર સત્તા વાળાઓ કરપાત્ર વ્યક્તિની ધરપકડ કરી શકે છે જો ટેક્સ ટાળવાની રકમ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ હેઠળ રૂ. ૨ કરોડથી વધી જતી હોય. વેટમાં ગુજરાત સિવાય કોઈ રાજ્ય પાસે ધરપકડની કલમ નથી.
GST હેઠળ રૂ. ૫૦ લાખ ની કરચોરી બાદલ ૧ વર્ષ ની જેલ અને દંડ થઇ શકે છે. જો કરચોરી રૂ. ૧ કરોડ થ વધારે હોય તો બિન જામીનપાત્ર ધરપકડ અને ૫ વર્ષ ની જેલ તથા દંડ થઇ શકે છે.
ચાલો હવે આપણે GST નું પાલન ન કરવા બદલના વિવિધ દંડ સમજીએ.
લેટ ફી
દંડ | લેટ ફી |
વ્યક્તિ નિયત તારીખ પહેલા ઈનવર્ડ અને આઉટવર્ડ સપ્લાય, માસિક આવક અથવા ફાઇનલ આવક ન રજુ કરે તો | દર રોજ ના રૂ. ૧૦૦ જ્યાં સુધી આવક રજુ ન કરે, શરત મુજબ મહત્તમ રૂ 5000 |
વ્યક્તિ નિયત તારીખ પહેલા વાર્ષિકઆવક ન રજુ કરે તો | દર રોજ ના રૂ. ૧૦૦ જ્યાં સુધી આવક રજુ ન કરે, શરત મુજબ વધારે માં વધારે તે વ્યક્તિના કુલ ટર્ન ઓવરના ચોથા ભાગ જેટલું કે જે રાજ્યમાં વ્યક્તિ રેજિસ્ટર્ડ હોય. |
વ્યાજ
ગુનો કરવા બદલ વ્યાજનો દર હજી હવે જાહેર થવામાં છે. વ્યાજ વસુલવા માટેના સંજોગો આ પ્રમાણે છે.
ગુનો | વ્યાજ |
વ્યક્તિ કર ભરવાને પાત્ર છે પણ કર ભરવામાં નીષ્ફળ જાય | કર પરના વ્યાજની ગણતરી એ કર ભરવાના પ્રથમ દિવસથી કરવામાં આવશે કે જ્યારથી તેને કર ભરવાનો શરુ થતો હતો |
વ્યક્તિ જો હદ ઉપરાંત નું અથવા વધારાનું ઇનપુટ ક્રેડિટ કરે અથવા આઉટપુટ ટેક્સ લાયેબીલીટી માં હદ ઉપરાંત નું અથવા વધારાનો ધટાડો કરે તો | હદ ઉપરાંત ના અથવા વધારાના દાવા અથવા વધારાના ઘટાડા પરનું વ્યાજ |
સર્વિસ લેનાર વ્યક્તિ સપ્લાયર ને સર્વિસ બદલ કિંમત ન ચૂકવે તો તે ચૂકવવા પડતા કર ની સાથે સપ્લાયર ના ઈન્વોઈસ ની તારીખના ૩ મહિનાની અંદર | તે રકમ પરનું વ્યાજ લેનાર ની લાયેબીલીટી માં આવશે |
રજીસ્ટ્રેશન કેન્સલ
નીચેના સંજોગો હેઠળ વ્યક્તિનું રજીસ્ટ્રેશન કેન્સલ થઇ જશે:
- નિયમિત વેપારી જો ૬ મહિના સુધી તેની આવક રજૂ ન કરે
- કમ્પોઝિશન વેપારી જો ૩ ક્વાર્ટર ની આવક રજૂ ન કરે
- વ્યક્તિ કે જેને સ્વૈચ્છક રેજીસ્ટ્રેશન કરાવેલ હોય તેણે રેજીસ્ટ્રેશન કરાવ્યાની તારીખ થી ૬ મહિનાની અંદર પોતાનો ધંધો શરુ ના કર્યો હોય
- રેજીસ્ટ્રેશન ગેરકાયદેસર રીતે, જાણી બુજીને ગેરસમજ કરેલ હોય અથવા હકીકત નું દમન કરીને કરાવેલ હોય
દંડ
GST હેઠળના ગુનાઓ કે જે બદલ દંડ વસુલવામાં આવશે તે નીચે મુજબ છે.
ગુનો | દંડ |
જો વ્યક્તિ :
|
૧૦,૦૦૦ અથવા કર ન ભરેલ રકમ |
જે વ્યક્તિ આ ઉપર આપેલા ગુનાઓમાં સહાય કરે | રૂ. ૨૫,૦૦૦ સુધી દંડ થઇ શકે છે. |
કોઈ ગુના કે જેના બદલ દંડની અલગ થી કાયદા મુજબ જોગવાઈ નથી | રૂ. ૨૫,૦૦૦ સુધી દંડ થઇ શકે છે. |
માલ અને/અથવા સુવિધા ની જપ્તી અને દંડ
કેટલાક ગુનાઓ એવા ઠરાવેલ છે કે જે અંતર્ગત માલની અને સુવિધાઓની જપ્તી તથા દંડ થઇ શકે છે. દંડ રૂ. ૧૦,૦૦૦ અથવા એ રકમ કે જેનો કર ન દર્શાવેલ હોય. આવા ગુનાઓ નીચે મુજબ છે:
- વ્યક્તિ પાસે એ માલનો હિસાબ ન હોય કે જે કરપાત્ર હોય
- વ્યક્તિ માલ સપ્લાય કે ખરીદ કરે કે જે કર પાત્ર રકમ ના નિયમોથી વિરુદ્ધ હોય
- વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર માલ સપ્લાય કરે જેના પાર કર ભરવો પડતો હોય
- વ્યક્તિ વાહન નો ઉપયોગ કરપાત્ર માલ માટે કરે જે તેના નિયમો અને જોગવાઈ વિરુદ્ધ હોય
કેદ અને દંડ
એવા સંજોગો કે જે હેઠળ કેદ થઇ શકે છે :
ગુનો | કેદ |
ગુનો કરવો કે મદદ કરવી :
કાયદા હેઠળ ની કોઈ માહિતી ન આપવી કે ખોટી માહિતી આપવી |
૬ મહિનાની કેદ અને દંડ |
રૂ. ૫૦ લાખ થી વધારે પણ રૂ. ૧ કરોડ થી ઓછી રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું | કેદ ૧ વર્ષ સુધી થઇ મસકે છે દંડ સાથે |
રૂ. 100 લાખ થી વધારે પણ રૂ. ૨.૫ કરોડ થી ઓછી રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું | દંડ સાથે બિન જામીન કેદ ૩ વર્ષ સુધી/td> |
રૂ. ૨.૫ કરોડ થી વધુ રકમ નો કર ન ભરવો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવી અથવા રિફંડ ખોટી રીતે લેવું | દંડ સાથે બિન જામીન કેદ ૫ વર્ષ સુધી |
GST ના બિન-પાલન બદલ આ અનિષ્ટ કાર્ય ને સખતપણે લેવામાં આવશે. જો કે ઘણા બધા પગલાંઓ લેવામાં આવેલા છે કે જેનાથી વેપારીને સરળતા થઇ શકે. ફોર્મ GSTR-3A માં દરેક વેપારીને નોટિસ આપવામાં આવેલી છે કે જેઓએ નિયત તારીખ પહેલા તેમની માસિક આવક ન રજૂ કરેલ હોય. સપ્લાયર દ્વારા જે સપ્લાય નોંધાયેલ અને લેનાર વચ્ચેના કોઈ મેળ ન હોય તો તે ફોર્મ GST ITC-1 માં દર મહિને નોંધવામાં આવશે. ઈન્વોઈસ પ્રમાણે મેચિંગ અને લેનારની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સપ્લાયર પાર આધારિત છે. GST ની પ્રક્રિયા દ્વારા ઇનબિલ્ટ તપાસ અને બેલેન્સ ખાતરી કરવામાં આવે છે જેનાથી વેપારી અપરિપાલન નો દંડ ટાળી શકે છે. GST એ એક કર આધારિત ટેક્નોલોજી છે જેનાથી આ પાલન જલ્દી અને સરળતાથી થશે. તેથી, ધંધાઓ ફરજીયાત વેગમાં સુવિધાઓ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરે અને GST નું પાલન કરે