GST ભારતીય જથ્થાબંધ બજારને કેવી રીતે પરિવર્તિત કરશે
- પ્રસ્તાવના
- હોલસેલ પર ની GST અસર
- વધારે હોલસેલર્સ ટેક્સ ચુકવશે
- પરિવર્તન તબક્કા દરમિયાન થતું ડિ-સ્ટોકીંગ
- ડાયરેક્ટ ચેનલ નો ઉદય થશે અને હોલસેલર્સ નું પતન
- ભારત – હોલસેલિંગ માટે એક ખુલ્લી બજાર
- ઉપસંહાર
એકમાત્ર અનિવાર્ય તારનાર? ભારતીય જથ્થાબંધ બજાર.
પ્રસ્તાવના
આપણે જથ્થાબંધ બજાર પર થતી GST ની અસર માં ઊંડા ઉતારીએ, એ પહેલા ખાસ કરીને સપ્લાય ચેઇન માં રહેલા હોલસેલરની સાથોસાથ એક ડિસ્ટ્રીબ્યુટર, જે ઉત્પાદક અને રિટેલર વચ્ચેનો મધ્યસ્થી છે, તેમની સ્થિતિ સમજવી ઉપયોગી બનશે. જયારે વ્યાપાર નો પ્રકાર એ ઘણું કરીને સમાન જ છે, પરંતુ તેમની વર્તણુક અલગ છે.
ધારો કે, કોઈ ડિસ્ટ્રીબ્યુટર ને ઉત્પાદક સાથે કોઈ વ્યવસાયિક સંબંધ છે. પરિણામે, તેઓ એકથી વધારે પ્રોડક્ટ્સ પર વહેવાર કરતા હશે, ત્યારે તેઓ ખાતરી આપશે કે તેઓ એકબીજાના હરીફ નથી. મોટે ભાગે તે એવા રિટેલર્સ ને સર્વિસ આપે છે જે તેના નિયમિત ગ્રાહકો છે, તે ક્યારેક ક્યારેક હોલસેલર ને પણ સર્વિસ આપશે. ડિસ્ટ્રીબ્યુટર મોટે ભાગે મુખ્ય ઉત્પાદકના પ્રમોશનલ પ્રયાસો નો એક હિસ્સો હોય છે જેમાં તે ઉત્પાદકની રિટેલર્સ ની સમગ્ર ચેઇન માં તેમની સ્કીમો બહાર પાડવા માટેની માનવશક્તિ અને રોકડ સમર્થન પૂરું પાડે છે. તે પ્રોડક્ટ ઇન્ફોર્મેશન, એસ્ટીમેટ, ટેક્નિકલ સપોર્ટ, આફ્ટર-સેલ સર્વિસ, અને સૌથી મહત્વનું તેમના રિટેલ ગ્રાહકો ને ક્રેડિટ આપવા જેવી ઘણી બધી સર્વિસ આપે છે. તેમના વ્યવસાય ને સલામત બનાવવા માટે, તેમને અવારનવાર મુખ્ય ઉત્પાદક સાથે કરારો થતા હોય છે જે નિયત વિસ્તાર માં ડિસ્ટ્રીબ્યુટરોની સંખ્યા ને સીમિત કરે છે. એકદંરે, ડિસ્ટ્રીબ્યુટર એ તદ્દન આયોજનબદ્ધ, એક તંદુરસ્ત માર્જિન જાળવવા વાળા અને તેમના રિટેલરો સાથે લગભગ એવા જ સમીકરણો હોય છે જેવા ઉત્પાદકો તેમની સાથે રાખે છે.
આ બાજુ, હોલસેલર મોટે ભાગે કોઈ પણ પ્રકારના વ્યવસાયિક કે વ્યાપારી બંધન વગર કાર્ય કરે છે. તે જથ્થા માં ખરીદી કરે છે – મોટેભાગે ઉત્પાદક પાસેથી, અને ક્યારેક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી – અને તેનું ફરીથી જથ્થાબંધ માં – મોટેભાગે રિટેલર્સ ને અને ક્યારેક ડિસ્ટ્રીબ્યુટર્સને અને અન્ય હોલસેલરને – પુનર્વેચાણ કરે છે. તેની જથ્થાબંધ ખરીદી કરવાની પ્રકૃતિને લીધે તેઓ ઉત્પાદક પાસેથી નીચા ભાવમાં ખરીદી કરવા ભાવતાલ કરી શકે છે. વધુમાં, તે અવારનવાર વિરોધાભાસી વસ્તુઓ ની વિશાળ રેન્જ માં સોદા કરે છે, જ્યાં સુધી એકંદરે તેમાંથી નફો મળે. રિટેલર્સ – ખાસ કરીને શહેરી વિસ્તાર માં અને મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારમાં નાના રિટેલર્સ – વિશાળ સંખ્યામાં તેમને મળે છે કારણ કે તેઓ નીચી કિંમત માં વસ્તુઓ મેળવી શકે છે (આથી જ હોલસેલ ભાવ એવો શબ્દ વપરાય છે) અને તેમને કોઈ શરતો અને નિયમો લાગુ પડતા નથી જ ડિસ્ટ્રીબ્યુટર્સ ને લાગે છે. તેમ છતાં, તેની પૂરક બાજુ એ છે કે, હોલસેલર કોઈ ક્રેડિટ આપતા નથી કારણ કે તેઓ પોતે જ ખુબ ઓછા માર્જિન થી કામ કરે છે અને મોટે ભાગે ન વેચાયેલી વસ્તુઓ પાછી લેતા નથી. આ રિટેલર-હોલસેલર નું વિજ્ઞાન ઉત્પાદકો ને એવા માર્કેટ માંથી વેચાણ લાવી આપે છે જ્યાં તેઓ સીધી રીતે રિટેલ વેચાણ કે શિપમેન્ટ સંભાળી શકતા નથી.
હોલસેલ પર ની GST અસર
આપણે જેમ જોયું કે હોલસેલર્સ કેવી રીતે કાર્ય કરે છે, હવે આપણે કદર કરી શકીએ કે માત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ જ નહિ પરંતુ હોલસેલર્સ પણ સપ્લાય ચેઇન ના પૈડાં ના અગત્યના દાંતાઓ છે, જેમના વગર ઉત્પાદકો નું અસ્તિત્વ ટકી શકે નહિ. આમ, જયારે ઉત્પાદકોએ તેમના પર અને તેમની સીધી ચેનલ પર થતી GST ની અસરો ને આધાર આપવા માટે તૈયારી શરુ કરી દીધી હશે – ડિસ્ટ્રીબ્યુટર્સ અને આઉટલેટ પણ જે ઉત્પાદકો સાથે તેઓ વહીવટ કરે છે તેમનાથી ચોક્કસપણે નિસ્બત ધરાવતા થશે. ગયા વર્ષે નોટબંધી ની લહેર નો માર ખાધા પછી હોલસેલ માર્કેટ તેમના રિકવરી સાથે, એ જોવું રહ્યું કે તેઓ GST ની આ મોટી લહેર જે ૧લી જુલાઈ એ ભારતીય અર્થતંત્ર ને સ્પર્શવા જઈ રહ્યું છે તેનાથી કેવી રીતે વહીવટ કરે છે.
અહીં ૪ રીતો આપવામાં આવી છે જેનાથી, અમે માનીએ છીએ કે, GST ભારતીય હોલસેલ માર્કેટ ને પરિવર્તિત કરશે
વધારે હોલસેલર્સ ટેક્સ ચુકવશે
ઉપર ચર્ચા કર્યા પ્રમાણે, હોલસેલર્સ મોટે ભાગે ઘણી બધી વસ્તુઓના જથ્થાબંધ વ્યવહારો કરતા હોય છે, અને રોકડ દ્વારા તાત્કાલિક ચુકવણી કરતા હોય છે. ઉપરાંત, તેઓ ઉત્પાદકો તેમજ ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી ખરીદી કરતા હોય છે – જેમાં વિવિધ પ્રકરની કર ફરજો સંકળાયેલી છે. મોટા ભાગના હોલસેલરો પાસે એક્સાઇઝ રજીસ્ટ્રેશન ન હોવાથી, તેઓ ચેઇન માં ત્યારપછી આવતા ખરીદનાર ને એક્સાઇઝ ટેક્સ ફરજ પાસ કરી શકતા નથી અને આમ ટેક્સ ક્રેડિટ ની ચેઇન બહુ જલ્દી જ તૂટી જાય છે. વર્તમાન કર શાસન પદ્ધતિ માં રહેલ કર ન્યાયક્ષેત્ર એ વ્યવહાર આધારિત નથી એ હકીકત સાથે – ઈન્વોઈસ ના ચોખ્ખા રેકોર્ડ રાખવાની જરૂરિયાત પણ પરિપાલન માટે નીચે પડે છે અને વધારે લક્ષ એ ખરીદી અને વેચાણ ની મુખ્ય પ્રવૃત્તિ પર અપાય છે. આ એક એવા પરિદ્રશ્ય તરફ લઇ જાય છે જ્યાં મોટા ભાગના હોલસેલરો તેની સાથે સંકળાયેલી જટિલતાને લીધે પાલન કરી શકવાને સમર્થ નથી, જે ટેક્સ ફરજો ને ઘટાડે છે. આ તેમને બજાર કિંમતો ઘટાડવા અને જથ્થાબંધ વેચાણ કરવાની અનુમતિ આપે છે. જયારે આનાથી તેમના નફા નું ધોરણ એકદમ ઘટે છે – ૧ ટકા જેટલું ઓછું – તેમ છતાં મૂળભૂત ભારતીય હોલસેલર માટે જીવન સારું જ છે કારણ કે તેઓ મોટા પાયે ક્રેડિટ-મુક્ત નીતિ ને અનુસરે છે.
GST શાસન હેઠળ, તેમ છતાં, કરપાત્ર સપ્લાય વાળા દરેક ઈન્વોઈસ ને GSTN ના કોમન પોર્ટલ પર અપલોડ કરવા પડશે અને ખરીદનાર દ્વારા સ્વીકારવા જોઈએ. સૌથી ઉપર, GST મોટા ભાગના અપ્રત્યક્ષ કરો ને સમાવિષ્ટ કરે છે જે પુરી ચેઇન દરમિયાન અખંડ ટેક્સ ક્રેડિટ ફલૉ ચાલવા દે છે, પછી હોલસેલર કોની પાસેથી ખરીદે છે અને કોને વેચે છે એ અસંબદ્ધ છે. વધુમાં, તેમાં એકથી વધારે પ્રકારના ટેક્સ માટે અલગ રજીસ્ટ્રેશન ની જરૂર નથી – જેથી તે હોલસેલર માટે આવનારા સમય માં અનુવર્તી રહેવા માટે વધારે સરળ બનાવશે. હા, હજી અમુક ગાપચી મારનાર હોલસેલર કે રિટેલર હશે જે પરિપાલન ના નિયમોને અનુસરવાનું પસંદ નહિ કરે. તેમ છતાં, કરચોરી ની શક્યતા ત્યારે જ ઉભી થાય જયારે આખી સપ્લાય ચેઇન માં રહેલ દરેક જણ પાલન કરતા ના હોય જે લગભગ અશક્ય છે બાકીની અનુવર્તી હોલસેલ ચેનલ ને આવા વ્યક્તિઓ નો થોડા સમય માં જ બહિષ્કાર કરવો પડશે – જે વ્યવહારુ રીતે તેમને તેમના વ્યાપારી સંબંધો અને નિશ્ચિતપણે તેમના વ્યવસાય ને ચાલુ રાખવા યોગ્ય રિટર્ન ભરવા મજબુર કરશે. ટૂંકમાં, GST યુગ હોલસેલરો ના મોટા પ્રમાણ ને ટેક્સ બ્રેકેટ માં આવતા જોશે.
પરિવર્તન તબક્કા દરમિયાન થતું ડિ-સ્ટોકીંગ
હોલસેલ બજાર માટે હંમેશા જોવામાં આવતો સૌથી મોટો પડકાર એ છે કે તેમનો વ્યવસાય ખુબ નીચા માર્જિન થી ચાલે છે. ગયા વર્ષે આવેલ નોટબંધી દરમિયાન, તે એક મોટી રોકડ સમસ્યા માંથી પસાર થયેલ છે, અને અને માટેનો સૌથી વધુ પ્રાકૃતિક ઉત્તર હતો – તેમની પ્રવાહિતા ને સુધારવા માટે ડી-સ્ટોક કરવું. FMCG પ્લેયર્સ જેવા કે ડાબર અને ટાટા ગ્લોબલ બેવરેજીસ એ GST આવતાની સાથે જ તેનું પુનરાવર્તન થવાની આગાહી કરી છે મુખ્યત્વે છેલ્લા તબક્કા ના કારણે એટલે કે રિટેલર્સ જેઓ તેમના વર્તમાન સ્ટોક પર નીઇનપુટ ટેક્સ ક્રેડિટ ની ઉપલબ્ધતા વિષે ભય સેવે છે.
આરંભ કરવા માટે, રિટેલર્સ જેઓ હાલમાં સ્ટેટ VAT કાયદા હેઠળ રજીસ્ટર થયેલા છે તેઓએ તેમની પરિવર્તન તારીખે રહેલા બધા જ સ્ટોક પર VAT ચુકવેલ હશે. GST કાયદા માં એવી જોગવાઈ છે કે હાલની પદ્ધતિ માં જ્યાં VAT ચુકવેલ હશે તે GST કાયદા માં ઇનપુટ ક્રેડિટ તરીકે લઇ શકાશે – અંતિમ સ્ટોક પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે સરકારે અમુક ચોક્કસ શરતો રાખેલી છે ; એટલે બધા જ રિટેલર્સ ને એ કપાય એવું જરૂરી નથી.
ઉપરાંત, રિટેલર્સ પાસે રહેલ માલ જેના પર એક્સાઇઝ ડ્યૂટી ચુકવેલ છે – તેના પર ૧૦૦% ક્રેડિટ લઇ શકાશે પણ તો જ જો એક્સાઇઝ કિંમત ઈન્વોઈસ પરથી નક્કી કરી શકતી હશે અને જો એમ નહિ હોય તો માત્ર ૪૦% ટેક્સ ક્રેડિટ લઇ શકાશે. મોટા ભાગના કિસ્સાઓમાં, એક્સાઇઝ ટેક્સ ની સાંકળ પ્રથમ તબક્કા ના ડીલર – હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ – માં જ રોકાઈ જાય છે. રિટેલર્સ પર વધારાના ખર્ચ તરીકે ટેક્સ પાસ કરવામાં આવે છે, જેનો અર્થ એમ થાય કે મોટા ભાગના રિટેલર્સ ક્યારેય પૂર્ણ એક્સાઇઝ ટેક્સ ક્રેડિટ લઇ શકશે નહિ કારણ કે તે એમના ઈન્વોઈસ માં હોતી જ નથી. આખરે GST પછી, તેઓને આ ખર્ચ તેમના ગ્રાહકો પર નાખવા મજબુર કરશે, જે તેમની કિંમતો ને અન્ય ની તુલનામાં ખુબ જ ઓછા સ્પર્ધાત્મક બનાવશે. આનાથી ચેઇન માં આવતા રિટેલરો ને પરિવર્તન તબક્કા દરમિયાન તેમના માલનું ડી-સ્ટોક કરવા અને છેવટે નવી GST કરપઘ્ધતિ હેઠળ ફરીથી સ્ટોક કરવા બંધન કરશે. અને એકવાર આમ બનશે, એટલે હોલસેલર માટે ની માંગ વેરવિખેર થઇ જશે, અને પરિણામે હોલસેલર્સ ને પણ ડી-સ્ટોક કરવું પડશે. તેમ છતાં, GST યુગ નો ઉદય થતા, હોલસેલર્સ દ્વારા માલ નું રી-સ્ટોકીંગ થતા પરિણામ સ્વરૂપ માલ ની માંગ માં તીવ્ર વધારો આવશે.
ડાયરેક્ટ ચેનલ નો ઉદય થશે અને હોલસેલર્સ નું પતન
જેમ GST નજીક આવતું જાય છે, વધુ ને વધુ FMCG અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ પ્લેયર્સ તેમના હોલસેલ વ્યાપાર માટે સાવચેત થતા જાય છે HUL (Hindustan Unilever) ના CEO અને MD, સંજીવ મેહતા માને છે કે GST પછી હોલસેલ સેક્ટર ને સ્થાયી થતા ઓછામાં ઓછા ત્રણ માસ કે વધુ લાગશે – જેનાથી હોલસેલ માર્કેટ નું એકંદર યોગદાન સીધા કવરેજ ની તુલના માં નોંધપાત્ર નીચું આવશે.
એનું કારણ છે કે GST હોલસેલર ના મૂળભૂત વ્યવહાર – જથ્થાબંધ લેવડ-દેવડ – માં વિચ્છેદ ઉભો કરે છે; માત્ર રોકડ માં જ વેચાણ કરવું; ક્રેડિટ આપવી નહિ અને તેનો ઉપયોગ વ્યાપાર માં પ્રવાહિતા જાળવવા માટે કરવો; ઓછા માર્જિન થી વ્યાપાર કરવો વગેરે. અગાઉ ચર્ચા કર્યા મુજબ, GST વધારે હોલસેલર્સ ને ટેક્સ બ્રેકેટ માં લઇ જશે – જેમાં માત્ર પ્રયાસ જ નહિ ખર્ચ ની પણ જરૂર પડશે. એક તો તેમના માર્જિન પહેલાથી જ ઓછા છે જે વધારે ઓછા થઇ રહ્યા છે, તેમનું પૂરેપૂરું અસ્તિત્વ પર પ્રશ્નાર્થ છે. સાથે જ, મુખ્ય ઉત્પાદકો માટે તેમનું અસ્તિત્વ ખુબ જ અગત્યનું છે, જે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના રિટેલર્સ અને કિરાણાની દુકાનો સુધી તેમની સર્વિસ પહોંચાડવા માટે જરૂરી છે.
તેમ છતાં, જો તે થવું જરૂરી બને, તો ઉત્પાદકોએ હોલસેલરો ને વ્યવસાયિક ફાયદાઓ – કિંમત માં વધારે ઘટાડો કરીને, કમિશન વધારીને વગેરે સ્વરૂપમાં – આપીને સપોર્ટ કરવો પડશે. જોકે, ડાયરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પર જરૂરી પ્રયાસો ઘણા ઓછા હશે – કારણ કે મોટા ભાગના ડિસ્ટ્રીબ્યૂટર્સે પહેલાથી પોતાના ખાતર જ સંબંધિત ઉત્પાદકો સાથે કામ કરવાનું અને GST અનુવર્તી બનવા માટે ખરી ટેક્નોલોજી માં રોકાણ કરવાનું શરુ કરી દીધું છે. ક્રમશ: આ બધું હોલસેલિંગ ને ડાયરેક્ટ ડીટ્રીબ્યુટિન્ગ ની તુલનામાં વધુ મોંઘુ બનાવશે અને આથી મોટા ભાગના ઉત્પાદકો – ખાસ કરીને FMCG અને કન્ઝ્યુમર ડ્યૂરેબલ – તેમની સીધી પહોંચ ને વધારવા માટે, જયારે પણ શક્ય બનશે, ત્યારે વધુ વ્યાજબી બનવા માટે, ચોક્કસ છે,
ટૂંકમાં, હોલસેલ અગત્યનું જ હોવા છતાં, GST પછીનો સમયગાળા માં કંપની માલિકીના સીધા આઉટલેટ માં મોટી ધાર અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલ માં વધારે ઘુસપેઠ જોવા મળશે. આ એક વધારે સંગઠિત આધુનિક હોલસેલ પ્લેયર્સ જેવા કે ઈ-કોમર્સ અને રોકડ થી ચાલતા આઉટલેટ્સ માટે સારા
ભારત – હોલસેલિંગ માટે એક ખુલ્લી બજાર
સામાન્ય રીતે, ભારતની હાલની અપ્રત્યક્ષ કર પદ્ધતિ એ વ્યવસાયોના સપ્લાય ચેઇન નિર્ણયો ને ચલાવ્યા છે. વધુ વખત નહિ, સપ્લાય ચેઇન મોડેલ ટેક્સ જવાબદારીઓને, ટેક્સ ની અનેક્તા અને આંતર-રાજ્ય સપ્લાય માં રહેલા ખર્ચ ને ધ્યાન માં રાખીને બનાવવામાં આવ્યા છે. પરિણામે, હોલસેલર્સ રાજ્યની અંદર જ રહેલા ઉત્પાદકો સાથે વ્યાપાર કરવાનું વલણ ધરાવે છે, અને અંતે રિટેલર્સ ના માર્યાદિત પ્રોડકટ પોર્ટફોલિયો સાથે છેલ્લા સ્થળ સુધી સર્વિસ આપે છે.
GST તે ચિત્ર બદલવા માટે તૈયાર છે. શરુ કરવા માટે, માલ ની હેરફેર, વિવિધ કરો જેવા કે પ્રવેશ અને જકાત – ની ગેરહાજરીથી વ્યવસાયોને પુરા ભારતીય સ્તરે ખુલ્લા મુકશે. રાજ્યભરમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ની અખંડ ઉપલબ્ધતા સપ્લાયમાં વધારે કાર્યદક્ષતા લાવશે, અને ઉત્પાદકોને તેમના પોતાના રાજ્ય ની બહાર પણ સ્પર્ધાત્મક બનાવશે. ઉત્પાદકો ને દેશભરના ડિસ્ટ્રીબ્યુટર્સ અને હોલસેલર્સ ની વિશાળ શ્રેણીમાં પ્રવેશ મળશે, સાથે જ હોલસેલર્સ માટે પણ આ એક ફાયદો છે – તે હવે તેમના પોતાના રાજ્ય ની બહાર ના ઉત્પાદકો સાથે પણ જોડાઈ શકશે, તેમની પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તારી શકશે, અને વધારાની તક નો વધારે ફાયદો ઉઠાવી શકશે – માત્ર વારમાં રિટેલર્સ પાસેથી વધારે વેચાણ જ નહિ, પરંતુ તે જ વિસ્તારમાં આવેલા વધારે રિટેલર્સ ને સર્વિસ આપી શકશે.
ઉપસંહાર
GST ચોક્કસપણે ભારતીય હોલસેલ બજાર ને પરિવર્તિત કરશે જે પહેલા ક્યારેય નહોતું. એવું બની શકે કે શરૂઆત માં લોકોને તકલીફ્કારક લાગે જેવું નોટબંધી વખતે થયેલું, પરંતુ GST ના ફાયદાઓ લાંબા ગાળે – લોકોની પોતાની ટેક્સ કમ્પલાયન્ટ બનવાની મરજીથી તેમને માત્ર ટકી રહેવા માટે જ નહિ પરંતુ આવક અને એકંદર વિકાસ ના સ્વરૂપે વધારે લાભો મેળવી આપશે.