બિનખેતીના હેતુ માટે ફાળવેલી સરકારી જમીન વેચાણ/હેતુફેર કરવાની પરવાનગી મળવાની માંગણી અંગે માહિતી.
બિનખેતીના હેતુ માટે ફાળવેલી સરકારી જમીન વેચાણ/હેતુફેર કરવાની પરવાનગી મેળવવા માટે અરજદારે તે અંગેના કારણો સાથે વર્તમાન કિંમતની કોર્ટફી સ્ટેેમ્પવ સહીતની અરજી કરવાની રહે છે.અરજીનો કોઇ નમૂનો નકકી થયેલ નથી.આવી અરજી મળેથી મહેસૂલી કાયદાઓ સંબંધે સમગ્રપણે તપાસ કરવી,સરકારશ્રીની પ્રવર્તમાન જોગવાઇઓને આધિન જમીનની પ્રિમીયમની રકમ નકકી કરવા,જમીનની જિલ્લાન મૂલ્યાંવકન સમિતીમાં પ્રવર્તમાન બજાર કિંમત નકકી કરવામાં આવે છે.આ કિંમત નકકી થયે થી પ્રિમીયમની રકમ વસુલ લઇ અરજદારને વેચાણ/હેતુફેર કરવાની મંજૂરી આપવાની રહે છે.
સ્ત્રોત: દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટિસ