જમીનો સંપાદન ગયા બાદ ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓ

ખેડૂતની તમામ જમીનો સંપાદનમાં ગયા બાદ ખેડૂત પોતે ખેડૂત તરીકે મટી ન જાય તે અંગે કાયદાકીય જોગવાઈઓસારસંભાળ રાખવાની સાથે ખેતી કરાવનાર વ્યક્તિ પણ ખેડૂત ગણાય છે. ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ધરાવતો ખેડૂત જ ગુજરાત રાજ્યમાં અન્ય ખેતીની જમીન ખરીદી શકે છે. આમ માત્ર ગુજરાત રાજ્યનો ખેડૂત જ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદી શકે છે. યાને ગુજરાત રાજ્ય સિવાયના બહારના રાજ્યમાં ખેતીની જમીન ધરાવતાં ખેડૂતો ગુજરાત રાજ્યમાં ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજ્ય બહારના ખેડૂતોએ ગુજરાતમાં ખેતીની જમીન ખરીદ કરવા માટે બિનખેડૂત તરીકે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.

જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. તે માટે ખાનગી માલિકીની જમીન જાહેર હેતુ માટે ફરજિયાત સંપાદિત કરવા સરકારને કાયદા દ્વારા હક આપવામાં આવેલ છે. જ્યારે સરકારને કોઈ જાહેર હેતુ માટે અથવા કંપનીઓ માટે કોઈ જમીનની જરૂર હોય અથવા તે માટે ભવિષ્યમાં તેની જરૂર ઊભી થવાની સંભાવના હોય તો સરકાર તે બાબત જમીન એક્વાયર (સંપાદન) કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને જમીન સંપાદન અંગેની કાર્યવાહીની શરૂઆત કરી શકે છે. જાહેર હેતુ માટે, વિકાસનાં કાર્યો માટે ખાનગી માલિકીની જમીન ફરજિયાત સંપાદિત (એક્વાયર) કરવા અને તે બદલ વળતર આપવા, વળતરની રકમ નક્કી કરવા, વાંધાઓ ધ્યાને લેવા વગેરે જેવી તમામ બાબતો લક્ષમાં લઈ જમીન સંપાદન અધિનિયમની રચના કર વામાં આવી અને તેમાં વખતોવખત સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે.

ખેડૂત ખાતેદારનું અવસાન થવાથી યા અકાળે મૃત્યુ થવાના સંજોગોમાં મરનાર વ્યક્તિની વારસાઈ કરવાના સમયે તેમ જ ખેડૂત ખાતેદાર પોતાની હયાતી દરમિયાન પણ તેની પોતાની જમીનની વહેંચણી પોતાના વારસદારો વચ્ચે કરે ત્યારે તેમ જ સંયુક્ત ખાતેદારો પૈકી કેટલાંક ભાઈઓ અથવા બહેનો પોતાના ભાગમાં આવતા જમીન પરનો પોતાનો હક સ્વૈચ્છિક રીતે છોડી દે છે, જતો કરે છે અને આ રીતે હક છોડયા બાદ ઘણા પ્રસંગોમાં તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આ તમામ સંજોગોમાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને આવી વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક ગણત-૧૦૨૦૦૩/૯૭૭/ઝ થી તા. ૨૯-૦૩-૨૦૦૫ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે તે માટે ખેડૂત પ્રમાણપત્ર આપવાનું અને તેની કેટલીક શરતોની જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે.

તેવી જ રીતે ઘણાં કિસ્સાઓમાં ખેડૂતની તમામ જમીનો કોઈ હેતુસર સંપાદનમાં મૂકવામાં આવેલ હોય ત્યારે તેવા સંજોગોમાં પણ તેવી વ્યક્તિ પાસે રાજ્યમાં અન્ય કોઈ ખેતીની જમીન બચતી ન હોય તેવું પણ બને છે. તેને કારણે તેવી વ્યક્તિ ખેડૂત તરીકે મટી પણ શકે છે. આવા કિસ્સામાં તેવી વ્યક્તિનો ખેડૂત તરીકેનો દરજ્જો ટકાવી રાખવો એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને સંપાદનમાં બદી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી પરિપત્ર રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક : ગણત/૨૬૯૯/ ૪૩૪૩/ઝ થી તા. ૨૬-૧૨-૨૦૦૮ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે અને આ પરિપત્રમાં નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે.

જે ખેડૂતની તમામ જમીન સંપાદનમાં જતી હોય તે ખેડૂતને નવેસરથી ખેતીની જમીન ખરીદવા માટે મુશ્કેલી ના પડે તે માટેના વળતર ચૂકવતી વખતે અથવા જમીનનો કબજો સંભાળતી વખતે જ ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીએ સંબંધિત ખેડૂતને ખેતીની જમીન ખરીદ કરી શકશે તે પ્રમાણેનું પ્રમાણપત્ર આપવાની સત્તા સંબંધિત ખાસ જમીન સંપાદન અધિકારી કે કલેક્ટરશ્રીને આથી આપવામાં આવે છે. આવા પ્રમાણપત્રમાં સંબંધિત ખેડૂત તથા તેના કુટુંબના સભ્યોના નામોનો સમાવેશ કરવાનો રહેશે તથા આવા પ્રમાણપત્રની તારીખથી ત્રણ વર્ષમાં સંબંધિત ખેડૂતે ખેતીની જમીન ખરીદવાની રહેશે. આવું પ્રમાણપત્ર સંપાદન થતી જમીનના આધારે આપવાનું થતું હોઈ સંબંધિત ખેડૂત પાસેથી આધાર પુરાવા માંગવાના રહેશે નહીં.

તેવી જ રીતે સંપાદનમાં બધી ખેતીની જમીનો ગુમાવનાર વ્યક્તિઓના ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રહે એ માટે ખેડૂત પ્રમાણપત્ર આપવા સંબંધી રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ઠરાવ ક્રમાંક ગણત/૨૨૦૯/એમએલએ-૯/ઝ થી તા. ૦૧-૦૭-૨૦૦૯ના રોજ પરિપત્ર બહાર પાડી કેટલાક સુધારા કરેલ. આ સુધારાઓ નીચે મુજબ છે.

(૧) જમીન સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમયમર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાનું આમુખ (૨)ના ઠરાવથી નક્કી કરવામાં આવેલ છે. તે જ ધોરણે એકત્રીકરણ કાયદાના અમલીકરણના કારણે કૌટુંબિક વહેંચણીના પરિણામે પોતાનો ભાગ જતો કરનાર સભ્યનો ખેડૂત તરીકેનો દરજ્જો ચાલુ રાખવા કલેક્ટરનું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ત્રણ (૩) વર્ષની સમય મર્યાદામાં રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવાની રહેશે.

સ્ત્રોત:  દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટિસ બ્લોગ

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday