તારીખ ૨૬ મી જૂન રવિવાર ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના નિર્દેશો મુજબ રાષ્ટ્રીય લોક અદાલત નુ આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત માં રાજ્ય ના કોઈ પણ જિલ્લા, તાલુકા કે હાઇકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત ના વળતર ના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લાગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિક ને લગતી તકરાર, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકાર ના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસર નો લાભ લેવા નજીક ની તાલુકા કે જિલ્લા કે હાઈ કોર્ટ માં કાનૂની સેવા સત્તા મંડળ ની ઓફિસ નો સંપર્ક કરવો. અથવા ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ પર સંપર્ક કરવો અથવા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ની વેબ સાઇટ ની સંપર્ક કરવો.
લોક અદાલત એટલે લોકો ની અદાલત ” ના કોઈ નો વિજય ના કોઈ નો પરાજય”