પટેલ મીત શૈલેષભાઇ ધોરણ 12 સાયન્સ માં રાજ્ય માં પ્રથમ 99% સાથે . ……..
તેઓ નું સપનું ડોક્ટર બની . …. દેશ દેવા માટે UPSC ની પરીક્ષા પાસ આપશે …..
પટેલ મીત એ શૈલેષભાઇ ના પુત્ર છે . ખેડૂત પુત્ર શૈલેષભાઇ પોતે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ માં સિવિલ જજ તરીકે ફરજ બજાવે છે . તેઓ હાલ વાંકાનેર માં પોસ્ટિંગ ધરાવે છે . શૈલેષભાઇ મૂળ કપડવંજ ના નરશીપુર ગામ ના રહેવાસી છે . શૈલેષભાઇ ને બે સંતાનો માં એક દીકરી કે જેઓ હાલ માં LLB ના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરી રહેલ છે . અને તેઓ પણ યુનિવર્સીટી માં પ્રથમ સ્થાન મેળવેલ છે . તેવી જ રીતે તેઓ ના પુત્ર મિત એ ધોરણ – 10 માં રાજ્ય માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું . અને ત્યાર બાદ સાંયન્સ માં આગળ વધી ને ફરી રાજ્ય માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે . સૂત્રો ના અનુસાર મિત MBBS કરી UPSC ની પરીક્ષા આપવાનો ધ્યેય ધરાવે છે . તેઓ પોતાની સફળતા પાછળ તેઓ ના માતા પિતા ના સંસ્કાર , અને મહેનત ને શ્રેય આપે છે . મીત ના માતા શ્રી હાલ હાઉસ વાઈફ છે પરંતુ તેઓ શિક્ષક તરીકે ની સેવા આપી ચુકવેલ છે . તેઓ ના પિતા શ્રી ની દર ત્રણ વર્ષે બદલી થતી હોય , અભ્યાસ માં તેઓ ની માતા એ પોતાના કરિયર નો ભોગ આપી , મિત ને ભણવામાં સફળતા અપાવવા તમામ મહેનત કરેલ છે . મિત ના પિતા શ્રી જજ હોય , મિતને ભણવામાં અલગ અલગ સ્કૂલ માં ભણવું પડતું તેઓ વાંકાનેર ઉપરાંત , ગોધરા , સતલાસણા વિગેરે સ્કૂલો માં અલગ અલગ અભ્યાસ કરેલ હોય તો પણ તેઓ ના ભણતર માં કોઈ મુશ્કેલી આવેલ નથી તે માટે તેઓ ના મિતાપીતા ની મહેનત ને શ્રેય આપે છે .
તેઓ નું રિજલ્ટ આ મુજબ છે .