“પોલીસ”
આજ ની આ માહિતી અને જાણકારી નો ઉપયોગ ઘર્ષણ કરવામાં,લડવામાં કે પોલીસ અને લોકો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવામાં કરવાનો નથી,આપણે જે જાણીએ છીએ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કે અધિકારી કાયદાનો દુર ઉપયોગ કરતો હોય તો કેવાનુ કે સાહેબ તમે જાણો છો એટલું જ હું પણ જાણું છું,ભારત ના બંધારણ પ્રમાણે ચાલો તો ચાલશે…આ વાત કેવાની છે……………… પોલીસ ના પ્રકાર

પોલીસ એરીયાના આધારે મુખ્યત્વે બે પ્રકાર છે.
1.કમિશ્નરેટ એરિયા.. 2. S.P એરીયા…
ગુજરાતમાં ચાર કમિશ્નરેટ એરિયા છે.
1.રાજકોટ 2.અમદાવાદ 3.સુરત 4. વડોદરા.

💐DYSP💐 કોઈ DYSP નું જો કમિશ્નરેટ એરિયામાં પોસ્ટીંગ હોય તો એને ACP કહેવાય અને બીજે ક્યાંય પણ હોય તો DYSP કહેવાય. હોદો એક નો એક પણ એરિયા ના આધારે પોસ્ટ બદલી જાય. કમિશ્નરેટ એરિયા માં પોલીસ નો સુપ્રિમ, જેબોસ હોય આખા શહેર નો એ કમિશ્નર હોય,બાકી આખા જીલ્લા નો મેઈન હોય એ S.P હોય...

💐 S.P (Superintendent Police) 💐

S.P ને એક અશોક સ્તંભ હોય છે.
એક સ્ટાર હોય છે.
S.P જો સુરત,રાજકોટ, અમદાવાદ કે વડોદરા(કમિશ્નરેટ એરિયા) સીટીમાં નોકરી કરતા હોય તો એને DCP કહેવાય અને બીજે ક્યાંય બદલી થાય તો તેને S.P કહેવાય….

હવે,,,,મુખ્યત્વે ત્રણ પ્રકારની પોલીસ હોય છે…જે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ.

1.હથિયારી પોલીસ. 2.બિનહથિયારી.
3.રાજ્ય અનામત પોલીસ.. 1.💐હથિયારી પોલીસ.....💐 જે પોલીસ આપણા દેશ ના VVIP લોકો હોય જેવાકે સામાજીક આગેવાન હોય,રાજકીય આગેવાન હોય કે કોઈ નેતા હોય એની પાછળ ઉભા રહી સુરક્ષા કરે એ હથિયારી પોલીસ... 💐 હથિયારી પોલીસ નું "કામ"💐

કેદીઓ જપ્ત કરવા,
VVIP સુરક્ષા કરવી,
મંદિરો અથવા સાર્વજનિક સ્થળો હોય ,સરકારી સંપત્તિ હોય,એમાં જે કાઇ ડ્યુટી આપવામાં આવે એ કરવી,
જેલમાંથી કેદીઓને કોર્ટમાં લઈ જવા અને કોર્ટમાંથી જેલમાં જે કેદીને ડબામાં ફેરવતા હોય એ બધા હથિયારી પોલીસ હોય.

2.💐બિનહથિયાર પોલીસ💐 આ પોલીસ સાથે આપણું રોજબરોજ નું વણાઈ ગયેલું જીવન છે. પોલીસ સ્ટેશનમાં તમે જાવ, ફરિયાદ લખાવો, તપાસ થાય, પકડવા આવે, ટ્રાફિકમાં રોડ ઉપર ઊભા હોય,100 નંબર ઉપર ફોન કરો તો PCR માં આવે આ બધા લોકો બિનહથિયારી પોલીસ છે. 💐 બિન હથિયારી પોલીસ નું કામ💐

કાયદો અને વ્યવસ્થા જાળવવી,
રેલીઓ કાઢીએ ત્યારે સુરક્ષા કરવી,
ફરીયાદ લખવી,
ફરીયાદ સાભળવી,
ગુનાઓની તપાસ કરવી,
આ બધી બિનહથિયારી પોલીસ હોય છે.

💐 પોલીસ ના હોદાઓ 💐

1.કોન્સટેબલ-
પોલીસના કપડા પહેર્યા હોય,ખંભા ઉપર કોરી પડતી હોય, ખંભા ઉપર જિલ્લાનું નામ લખેલું હોય, તે કોન્સ્ટેબલ ને લોકરક્ષક. લોકરક્ષક એટલે જેના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય એ અને જેના પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તે કોન્સટેબલ….
કોન્સટેબલ નું કામ-
1. ઉપરના અધિકારી જે સૂચના આપે એ જ કામ કરવાનું બીજી કોઈ માથાકૂટ કરવાનું એનામાં આવતુ નથી.
2. મેમો ફાડવાની સતા નથી
3. ફરિયાદ રૂબરૂ લેવાની સતા નથી
4. કોઈની ગાડી ડિટેઈન કરવાની સત્તા નથી
5. કોઈને પાંચ-પચ્ચીસ નો દંડ આપવાની સત્તા નથી. કોઈ સત્તા કાયદાકીય રીતે મળેલ નથી, એવી સ્પેસિફિક સતા, પોલીસ તરીકે ઘણી સતા હોય… 💐હેડ કોન્સટેબલ(H.C)💐 હેડ કોન્સટેબલ ને બાય ઉપર ત્રણ લાલ પટ્ટી હોય છે.ટ્રાફિક ઉપર જતા હોય તો H.C(હેડ કોન્સટેબલ)મેમો ફાળી શકે,પણ કોન્સટેબલ મેમો ફાળી શકે નહીં, હવે ધ્યાન રાખવાનું કે ખંભાની બાય ઉપર ત્રણ લાલ પટ્ટી હોય તો જ મેમો લેવાનો,બાકી એને બોલાવી લેવાનો કે સાહેબ, મેમો લઈશ પણ તમે આપો તોજ,પ્રસાદી તમારા હાથની જ લેવાની છે...

હેડ કોન્સ્ટેબલ પોતે ફરિયાદ લખી શકે છે,
પોતાના રૂબરૂ ફરિયાદ પણ થઇ શકે છે,
પોતે ફરિયાદી બની શકે છે.

💐 ASI (આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર)💐

ASIના ખભા ઉપર G.P(Gujrat Police)લખેલું હોય છે,
ASIને એક સ્ટાર હોય છે,
વાદળી અને લાલ કલર ની પટ્ટી હોય છે.
ASI એટલે હેડ કોન્સટેબલ કરતાં ઉપર અને PSI કરતાં નીચે, મધ્યમવર્ગીય આપણા બધાની જેમ..

💐ASIની સતાઓ 💐

1 ASI ને પણ હેડ કોન્સ્ટેબલ અને PSI જેટલી સત્તાઓ મળેલી છે.
2.તમારી ગાડી ડિટેઈન કરી શકે છે.
3.તમારી ઉપર કેસ કરી શકે છે.
4.તમારી ઉપર ફરિયાદ કરી શકેછે. 💐PSI(Police Sub Inspector)💐

PSI ને ખભા ઉપર બે સ્ટાર હોય છે.
લાલ અને વાદળી પટ્ટી હોય છે.
G.P(Gujrat Police )લખેલું હોય છે.

💐P.I( Police inspector)💐

P.I ને ત્રણ સ્ટાર હોય છે.
લાલ-વાદળી પટ્ટી હોય છે.
બાકી બધું રાબેતા મૂજબ …….
પણ એક વસ્તુG.Pને બદલે G.P.S(Gujrat Police Service)લખેલું હોય છે,એક આકળો વધી ગયો.
P.I Gujrat Police Service વર્ગ-2 ના અધિકારી ગણાય છે.
રાજ્યપત્રીત અધિકારી એટલે કે ગેજેટેડ અધિકારી ગણાય છે.
ઘણીવાર તમે સાભળ્યુ હશે કે ગેજેટેડ અધિકારી ના સહી -સિક્કા કરાવવા ના છે એ આ P.I સાહેબ…

💐DySP💐

Gujrat Police Service હોય,
ત્રણ સ્ટાર હોય,
પણ વાદળી ને લાલ પટ્ટી ન હોય

💐DySP ના બે પ્રકાર💐 1.હથિયારી DySP 2.બિનહથિયારી DySP

હથિયારી DySP હોય એ SRP માં આટા મારતા હોય,બાકીના સીટી(શહેર)માં આટા મારતા હોય છે.. 💐હોમગાર્ડ💐

હોમગાર્ડ ને કોરો ખભો હોય ,
ખભા ઉપર GHG(Gujrat Home Guard)લખેલું હોયછે.
હોમગાર્ડ ને ખાખી ટોપી માથે હોય,બીજા પોલીસને વાદળી ટોપી હોય,વાદળી ટોપી હોય એને “બેરેકકેપ”કહેવાય.

💐હોમગાર્ડ નું કામ💐

હોમગાર્ડ નું કામ પોલીસ ને મદદ કરવી,ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં,કાયદો વ્યવસ્થા જાળવવામાં, જાહેર મિલકતોની જાળવણી કરવામાં, સમાજમાં સુલેહશાતિ જાળવવામાં વગરે વગેરેમાં પોલીસ ને મદદ કરવી.

હવે આવે આપણા જુના અને જાણીતા,TRB 💐TRB(ટ્રાફિક બ્રિગેડ)💐

TRB ને બ્લુ પેન્ટ અને સફેદ શર્ટ હોયછે.
તેનું કામ ટ્રાફિક પોઇન્ટ ઉપર ઉભા રહી ટ્રાફિક નિયમન કરવાનું હોય છે.
TRB ને વાહન રોકાવવાનો કે કોઈ ડોક્યુમેન્ટ ચેક કરવાનો અધિકાર નથી.

💐પાસપોર્ટ વેરીફીકેશન💐 પાસપોર્ટ પોલીસે બે જ વસ્તુ વેરીફીકેશન કરવાની હોય છે,કોઈ ત્રીજી વસ્તુ ની માથાકુટ કરવાની નથી... નથી... ને નથી..... 1.પાસપોર્ટ કઢાવનાર માણસ ભારત દેશનો નાગરિક છેકે નહીં? તે ચેક કરવાનું હોય છે,એના માટે ચૂટણીકાર્ડ,આધારકાર્ડ, રાશનકાર્ડ જેવા અસંખ્ય કાર્ડ છે,એ બતાવી દેવાના, જોઇલ્યો..શું રેડી?... 2.આ માણસ ઉપર કોઈ પોલીસ ફરિયાદ થયેલી છે કે નહીં? ત્રીજુ કોઈ કામ કરવાનું નથી. પાસપોર્ટ વેરિફિકેશન માં પોલીસ ને કોઈ વધારાના પૈસા દેવાના નથી, કેમકે આપણે ઓલરેડી ટેક્સ આપીએ જ છીએ.. 💐કોર્ટ💐 માનોકે...તમારી ઉપર ફરીયાદ થઇ અને તમને પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસ એમ કહે કે આજે શનિવાર,કાલે રવિવાર અને પરમ દિવસે સોમવારની જાહેર રજા એટલે તમે ત્રણ દીવસ છૂટશો નહીં તો તમને જણાવી દઉ કે કોર્ટ કોઈ દિવસ બંધ ન હોય..કોર્ટ એ મહાદેવના મંદિર જેવી છે, દિવસે ખુલ્લી, રાત્રે ખૂલી, જન્માષ્ટમીમાં ખુલ્લી, જાહેર રજાઓમાં ખુલ્લી, ભૂકંપમાં ખુલી, લગ્ન-પ્રસંગમાં ખુલ્લી....

મહાદેવના મંદિરની જેમ ખુલ્લી…ખુલ્લી…ને ખુલ્લી જ….

હવે કોઈ એમ કહે કે શનિ, રવિ,સોમ ત્રણ દિવસ તમારે “લોકઅપ” માં રહેવું જોઈશે તો એ વાતમાં માલ……નથી કેમકે,ભારત દેશના સંવિધાન મૂજબ અને ભારતીય દંડ સંહિતા નામના કાયદા ની જોગવાઈ મૂજબ

“કોઈપણ માણસને પોલીસ પકડે તો વધુમાં…. વધુમાં…. વધુ 24 કલાક ની અંદર પોલીસે કોર્ટમાં ફરજિયાત હાજર કરવો પડે……કરવો પડે…….ને કરવો પડે….પણ એમાં મુસાફરી નો સમય બાદ ગણાય છે. કોર્ટ એટલે ખાલી "ન્યાયાલય"નું બિલ્ડીંગ નહીં, પણ "જજ"સાહેબ જ્યાં રહેતા હોય એના ઘરે તો ત્યાં પણ ફરજિયાત લઈ જવો પડે...એટલે કોર્ટ ચાલુ જ ગણાય. હવે ક્યારેય એવા વહેમમાં રહેતા નહીં કે અમને ત્રણ-ચાર દી રાખશે.... 💐રિમાન્ડ💐 રિમાન્ડ એટલે માર મારવો નહીં,પોલીસ માં માર મારવાનો કોઈ કાયદો જ નથી યાદ રાખજો,અને મારે તો કોર્ટમાં તમને રજૂ કરે ત્યારે મેજિસ્ટ્રેટ ની ફરજ છેકે પેલો સવાલ તમને પૂછશે કે, "પોલીસ વિરુદ્ધ તમારે કોઈ ફરીયાદ છે?" જો તમને માર્યા હોય,તમને માનસિક ત્રાસ આપ્યો હોય,બીજી-ત્રીજી રીતે હેરાન કર્યા હોય તો "હા"પાડવાની અને "ના"કર્યા હોય તો ના પાડવાની..

રિમાન્ડ એટલે… માનોકે પોલીસે મને પકડ્યો અને પૂછવાનું ચાલું કર્યુ કે,
બોલ…….શું હતું……..?
એટલે હું કહું કે સાહેબ આમ નય ને આમ હતું, આવી પરિસ્થિતિ બની …વગેરે…વગેરે…આ બધું પૂછવામાં 24 કલાક પૂરી થઇ ગઈ,ટાઈમ ઘટ્યો… એટલે પોલીસ કોર્ટ પાસે વધુ પૂછપરછ કરવા માટે વધુ સમય ની માગણી કરે,કેમકે 24 કલાક થી વધુ પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિ ને રાખી શકાય નહીં.
પણ,24 કલાક થી વધુ જો પોલીસ પોલીસ સ્ટેશનમાં રાખવા માગતી હોય તો મેજિસ્ટ્રેટ એટલેકે “જજ”સાહેબ પાસે માગણી કરે કે આ વ્યક્તિ ને અમારે હજી વધુ પૂછપરછ કરવીછે ને વધુ બે દિવસ રાખવો છે…એનું નામ રિમાન્ડ………
“રિમાન્ડ”એટલે પોલીસ કસ્ટડી…. 💐કસ્ટડી ના પ્રકાર💐 કસ્ટડીના બે પ્રકાર છે. 1.પોલીસ કસ્ટડી અને 2.જ્યુડિશિયલ કસ્ટડી.

પોલીસ કસ્ટડી -એટલે તમારો કબ્જો પોલીસ પાસે છે,માનો કે મને પોલીસ પકડી જાય અને પોલીસ એની પાસે રાખે,લોકઅપ માં કે ડિસ્ટાફ રૂમમાં. 2.જ્યુડિશિયલ કસ્ટડી- એટલે તમારો કબ્જો મેજીસ્ટ્રેટ પાસે હોય તેને જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય. 💐ડિસ્ટાફ💐 ડિસ્ટાફ એટલે સાદા પોલીસવાળા જ હોય,પણ જેને સાહેબ સાથે સારા સંબંધ હોય એટલે એને ડિસ્ટાફ માં મૂકે ,સારા સંબંધ ન હોય એ બધા સીસોટીયુ મારતા હોય,બાકી એની પાસે વધારે સતા ન હોય. ડિસ્ટાફ એ કોઈ મોટી CBI જેવી એજન્સી નથી. 💐ડિસ્ટાફ નું કામ💐 સવારમા રોજ તૈયાર થઈ ને આવવાનુ,ઘુમરા મારવાના અને કાઈક ઝપટે ચડી જાય તો કરી નાખવાનુ...

બાકી ખરેખર તો ગુના સંશોધન નું કામ છે,એ સર્વેલન્સ પોલીસ કહેવાય, અંડરકવર પોલીસ કહેવાય.
◆ગુપ્તરાહે પોલીસ સ્ટેશન ઉપર નજર રાખવી,
◆ગુનાઓ અટકાવવા,
◆ગુનાઓ બનતા અટકાવવા,
◆થયેલ ગુનાઓની તપાસ કરવી,
◆આરોપીઓ ઉપર ગુપ્તરાહે નજર રાખવી,
◆શંકાસ્પદ ઈસમોનો પીછો કરવો,
◆ આ બધી ગુપ્ત પોલીસની કામગીરી છે, સાદા કપડામાં ફરવાનું એટલે કોઇને ખબર ના ના પડે કે આ પોલીસ છે..

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday