Procedure to Apply For Name Surname Changes in Gujarat Gazette

  • સૌ પ્રથમ તો તમે ગુજરાતી માં અટક બદલવાનું ફોર્મ ડાઉન લોડ કરો.
  • ત્યાર બાદ ફોર્મ ભરવાની શરૂઆત કરીએ.
  • એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો ફોર્મ માં લાગવાનો રહેશે.
  • જુનું પૂરું નામ લખવાનું રહેશે. એટલે કે હાલ નું જે નામ ચાલતું હોય તે… જેમ કે રમેશ ચીમનભાઈ કથીરિયા 
  • હવે નવું પૂરેપૂરું નામ લખવાનું રહેશે. એટલે કે જે બદલાવ તમે લાવવા માંગતા હોય તે મુજબ નું.. જેમ કે રમેશ ચીમનભાઈ પટેલ અહિયાં રમેશભાઈ ને તેમની પોતાની સરનેમ કથીરિયા થી પટેલ કરવાની હોવાથી કથીરિયા નીકાળી ને પટેલ લખેલ છે.
  • ત્યાર બાદ અરજદાર નું સરનામું લખવાનું રહેશે. અને મોબાઈલ નંબર ખાસ લખવાનો રહેશે. જેથી કરી ને તમને મોબાઈલ માં એસ.એમ.એસ કરી ને જાણ કરી શકે.
  • તમારે હવે અટક બદલવાનું કારણ લખવાનું રહેશે. જેમ કે.
    • અમારી અટક પટેલ છે. પણ શરત ચૂક થી કથીરિયા લખેલ હોઈ તે સુધારવા માટે
    • અમારી માતા ની અટક પટેલ હોવાથી , અમારે તે સરનેમ લખવી છે.
    • અમારા પિતા ની અટક ખોટી લખેલ હોય અમારે તે અટક બદલવી જરૂર લાગતી હોય ,
    • અમારી જાતી મુજબ અટક લખાવેલ નથી.
    • અમે ધર્મ પરીવતન કરેલ છે.
    • અમે જાતી  પરીવર્તન કરેલ છે.
    •  અને અમારી સાચી અટક સુધારવા માંગતા હોય.. વિગેર વિગેરે..
    • તમે જે સુધારો કરવા માંગો છો તે સુધારા મુજબ તમારે એક સોગંદ નામું નોટરી રૂબરૂ કરવાનું રહેશે. નોટરી જોડે જાસો એટલે તેમની પાસે તેમનું ફોરમેટ  પડેલું જ હશે. તેમાં માત્ર તમારે તમારી વિગત ભરવાની છે. અને બાહેધરી આપવાની છે કે બંને નામ વાળા વય્ક્તિ હું પોતે જ છું. અને ભવિષ્ય માં કોઈ પણ કાયદાકીય જવાબદારી માટે હું પોતે જવાબદાર છું. તેવું સોગંધ નામું ફોર્મ ની સાથે બીજા દસ્તાવેજ સાથે રજુ કરવાનું રહેશે.
  • હવે સૌથી મહત્વનું સ્ટેપ છે. ફી ભરવાની . જો તમે રાજકોટ હોય તો જાતે જઈને ફી ભરી શકો છો. પરંતુ એ સિવાય તમારે મની ઓર્ડર કરવાનો રહેશે. 
  • તમારે સૌ પ્રથમ નજીક ની પોસ્ટ ઓફીસ માં જવાનું રહેશે.
  • ત્યાં જઈને તમારે તમારું ફોર્મ , ભરેલ હશે તે ફોર્મ, તથા તેની સાથે જરૂરી દસ્તાવેજ તમે મુકેલ હશે તે તમામ દસ્તાવેજ ને એક મોટા કવર માં મૂકી ને રાજકોટ ગેઝેટ ના સરનામે પોસ્ટ કરો ત્યારે તે સમયે તેની સાથે મની ઓડર કરી દેવાનો રહેશે. અને મની ઓડર ની એક કોપી કવર ઉપર ચોતડવાની રહેશે. અને એક રસીદ તમારે કવર માં મૂકી દેવાની રહેશે.
  • સરનામું :- વ્યવસ્થાપક સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી રીડ ક્લબ રોડ ,નવી કલેકટર કચેરી પાસે, રાજકોટ – ૩૬૦૦૦૧  
  • ધ્યાન રાખજો. મની ઓર્ડર અરજદાર ના જુના નામ થી જ મોકલવાનું રહેશે. નવું નામ અત્યારે થી લખવાનું નહી.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday