મિલકત ખાલી કરવાની નોટિસ આપ્યા બાદ ભાડું સ્વીકારવાથી નોટિસ રદ થતી નથી
ભાડાપટ્ટે સમાપ્ત કરવાની નોટિસ આપ્યા બાદ ભાડે આપેલ મિલકતનું ભાડું સ્વીકારવામાં આવે તો તે કારણે મિલકત ખાલી કરવાની નોટિસ જતી કરી છે કે વેવ કરી છે તેવું અર્થઘટન થઈ શકે નહીં. ફક્ત ભાડું સ્વીકારવાને કારણે એવું અનુમાન થઈ શકે નહીં કે માલિકે મિલકત ખાલી કરાવવાનો વિચાર માંડી વાળ્યો છે. મકાન માલિકના તરફે એવું કોઈ ખાસ સ્પષ્ટ કૃત્ય હોવું જોઈએ જેથી ભાડાપટ્ટે ચાલુ રાખવાનો તેમનો ઇરાદો સ્પષ્ટ દેખાય.
(ref: સરૂપસિંગ ગુપ્તા વિ. એસ. જગદીશસિંગ અને બીજા- નામદાર સુપ્રીમ કોર્ટ કેસ-૨૦૦૬)
લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસ