એલ.એલ.બી. પૂરું કર્યા પછી. એડવોકેટ બનવા માટે સૌ પ્રથમ તો સનદ મેળવવા અરજી કરવી પડે છે. ગુજરાત માં ગુજરાત હાઈકોર્ટ ની સામે બાર કાઉન્સિલ ની ઓફીસ આવેલ છે. ત્યાં જઈને ફોર્મ સબમિટ કરાવી ને તમારો એનરોલ મેન્ટ નબંર આવી જાય પછી. તમારે ૨ વર્ષ માં ઓંલ ઇન્ડિયા બાર કાઉન્સિલ ની પરીક્ષા પાસ કરવાની રહેશે. જેનાથી તમને પ્રેક્ટીસ કરવાનું સર્ટીફીકેટ મળશે. એ પરીક્ષા પાસ કરવા માટે ૨ વર્ષ નો સમય ગાળો હોય છે. અને તે દરમિયાન જો તમારે પ્રેક્ટીસ કરવી હોય તો સેલ્ફ ડીકલેરેશન સોગંધ ઉપર બાર કાઉન્સિલ માં આપવું પડતું હોય છે. પરીક્ષા પાસ કાર્ય પછી તમને પાકું લાયસંસ મળી જાય છે. અને પછી તમે ગુજરાત ની કોઈ પણ કોર્ટ માં પ્રેક્ટીસ કરી શકો છો. તમારે કોઈ પણ એક બાર ના સભ્ય બનવું જરૂરી છે. એટલે જ્યાં પ્રેક્ટીસ કરતા હોય ત્યાં એક બાર ના સંભ્ય બનવું. જેમ કે અમદાવાદ મેટ્રો કોર્ટ માં પ્રેક્ટીસ કરતા હોય તો ત્યાં ના બાર ના મેમ્બર બની જવું. જેથી, તમે વકીલ શ્રી ઓ ની ચુંટણી માં પોતાનો મત આપી શકો. અને બીજા અન્ય લાભો પણ લઇ શકો છો. તેમાં મેમ્બર બનવા માટે મેટ્રો કોર્ટ માં ૨૦૦૦ ની આસ પાસ લાઈફ ટાઈમ મેમ્બેર સીપ છે.

પહેલા બાર કાઉન્સિલ માં ૧૩૫૦૦ અને ૧૬૦૦૦ ફી હતી પરંતુ હવે બાર કાઉન્સિલ માં થી સનદ લેવા માટે ૨૫૦૦૦ અને ૨૨૦૦૦ ફી કરેલ છે. જેથી તમામ માહિતી આ બ્લોગ માં આપવામાં આવેલ છે.

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday