કેમ છો વકીલ મિત્રો… આ પોસ્ટ ને બહુજ પોજીટીવ લેજો…
નામદાર સુપ્રીમ કોર્ટ એ જણાવેલ છે કે, મુદ્દત એ કોર્ટ માટે કેન્સર સમાન છે. જેનાથી કોર્ટ ની કામગીરી વિલંબિત થઇ જાય છે, અને કેસો નો ઝડપ થી નિકાલ થતો નથી. અને ન્યાય ને સમય સર મેળવી શકતો નથી. જસ્ટીસ ડીલે ઇસ જસ્ટીસ ડિનાય… એટલ કે મોડો ન્યાય મળે તો પણ અન્યાય છે. જો સમયસર ન્યાય ના મળે તો ન્યાય નો કોઈ મતલબ નથી. હા. કાબુ બહાર ના કારણો હોય તો ઠીક છે.બાકી મુદ્દત લઈને વકીલાત લઈને ના કરતા, તોજ તમે પ્રસિદ્ધ વકીલ બનશો.
- વકીલ શ્રી બીમાર છે. સીક્નોટ
- વકીલ શ્રી બીજી કોર્ટ માં બીજી છે. બહાર ગયેલ છે. (કાયદેસર રીતે આ મુદ્દત માં કારણ ચાલે નહિ. સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે.)
- વકીલ શ્રી ના ઘરે લગન છે.
- વકીલ શ્રી ના ઘરે મરણ છે.
- વકીલ શ્રી બપોરે આવશે.
- વકીલ શ્રી બહાર ગામ થી આવે છે. એટલે નહિ આવે. આજે
- પક્ષકાર શ્રી બીમાર છે. એટલે મુદ્દત
- પક્ષકાર શ્રી ના ઘરે પ્રસંગ છે.
- પક્ષકાર શ્રી કેસ ને સમાઘાન કરવા વાતચીત કરવા માંગે છે.
- આ મુદ્દત છેલી આવતી મુદ્દતે ઉલટ તપાસ કરી દઈશું.
- દસ્તાવેજ મળેલ નથી.
- દસ્તાવેજ લેવાના બાકી છે.
- દસ્તાવેજ હજુ કધાવેલ નથી.
- માહિતગાર એડવોકેટ જોડે થી માહિતી લીધેલ નથી.
- વકીલ બદલાયેલ છે. પેપર્સ મળેલ નથી.
- ટ્રાન્સફર પત્ર આપવાનું બાકી છે.
- વકીલ શ્રી પરીક્ષા માં છે.
- કાગળો મળેલ નથી.
- વકીલ શ્રી નો ફોન પક્ષકાર ઉપાડતા નથી.
- ભૂલ થી રહી ગયેલ છે. હવે નહિ થાય આવું.
- ક્રોરોના થયો હતો.
- બસ સમયસર મળેલ નથી.
- કેસ ની ફાઈલ ઘરે ભૂલી ગયેલ છું.
- કેસ નો અભ્યાસ કરવાનો બાકી છે.
- સીનીયરઆવેલ નથી.
- સીનીયર જોડે ફાઈલ છે.
- સીનીયર જોડે થી માહિતી લેવાની છે.
- એક્ મુદ્દ્દ્ત ન્યાય ના હિત માં રાખો સાહેબ.
- નકલ માંગેલ છે. મળેલ નથી.
- બીજી કોર્ટ ની જુબાની રજુ કરવાની છે.
- નકલ રિપોર્ટ મળેલ નથી. ઓફીસ માં છે.
તમારી પાસે અન્ય આવા કોઈ બહાના હોય તો કમેન્ટ કરી ને જણાવશો 🙂 ….