જીએસટી હેઠળ રિટર્ન્સના પ્રકાર
- નિયમિત ડીલર
- કમ્પોઝિટ કરદાતા
- વિદેશી બિન- નિવાસી કરદાતા
- ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર
- ટેક્સ ડિડકટર
- ઈ-કોમર્સ
- એકંદર ટર્નઓવર 2 કરોડથી વધુ
- આખરી રિટર્ન
- સરકારી વિભાગો અને યુનાઈટેડ નેશન સંસ્થાઓ
એક કેન્દ્રાભિસરણ (convergence) એ જીએસટીની ચાવી છે. એકકેન્દ્રાભિસરણ રાજ્યો અને કેન્દ્રીય કરો વચ્ચે.
આજે શું થાય છે તે જરા વિચારો. સેન્ટ્રલ એકસાઈઝ, સર્વિસ ટેક્સ અને વેટ હેઠળ અભિમુખ ઉત્પાદકોને જે તે રાજ્ય દ્વારા નિર્ધારિત મુજબ રિટર્ન્સ ફાઈલ કરવાનું રહે છે. ઉત્પાદકોએ એકસાઈઝ, સર્વિસ ટેક્સ અને વેટ માટે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક સમયગાળા માટે રિટર્ન્સ, એનેક્સ્ચર્સ અને રજિસ્ટર્સ જાળવવાનાં હોય છે. જોકે જીએસટી આવ્યા પછી તમે ટ્રેડર હોય, ઉત્પાદક, રિસેલર કે સર્વિસ પ્રોવાઈડર હોય, તમારે ફક્ત જીએસટી રિટર્ન્સ જ ભરવાનું રહેશે.
શું વાત કરો છો. આ તો બહુ સારી વાત છે. હવે જીએસટીમાં રિટર્ન્સનાં સ્વરૂપોના અલગ અલગ પ્રકારો સમજી લઈએ.
જીએસટી હેઠળ કરદાતાઓએ રિટર્ન્સ ફાઈલ કરવા માટે 19 ફોર્મ્સ હોય છે. આ બધાં ફોર્મ્સ ઈ-ફાઈલ (e-filing) કરવાનું આવશ્યક છે. દરેક ફોર્મની વિગતો એપ્લિકેબિલિટી (applicability) અને સમયગાળાની વિગતો સાથે નીચે આપવામાં આવી છે.

નિયમિત ડીલર
ફોર્મનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-1 | માસિક | આવતા મહિનાની 10મી | કરપાત્ર માલો અને /અથવા સર્વિસ આઉટવર્ડ સપ્લાયની વિગતો આપો |
ફોર્મ GSTR-2A | માસિક | આવતા મહિનાની 11મી | સપ્લાયરે નોંધાવેલા ફોર્મ જીએસટીઆર-1માપ્રાપ્તિકર્તાને આંતરિક સપ્લાયની ઓટો- પોપ્યુલેટેડ વિગતો મળે છે. |
ફોર્મ GSTR-2 | માસિક | આવતા મહિનાની 15મી | ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવા માટે કરપાત્ર માલો અને/અથવા સર્વિસીસની ઈન્વર્ડ સપ્લાયની વિગતો. ફોર્મ જીએસટીઆર-2એમાં ઉમેરો )દાવા) અથવા સુધારણા ફોર્મ જીએસટીઆર-2માં સબમિટ કરવાની રહેશે.. |
ફોર્મ GSTR-1A | માસિક | આવતા મહિનાની 17મી | ફોર્મ જીએસટીઆર-2માં પ્રાપ્તિકર્તા દ્વારા ઉમેરો, સુધારો કે છેક્યા મુજબ બાહ્યસપ્લાય વિગતો સપ્લાયરને ઉપલબ્ધ કરાશે. |
ફોર્મ GSTR-3 | માસિક | આવતા મહિનાની 20મી | કરની રકમની ચુકવણી સાથે આઉટવર્ડ અને ઈન્વર્ડ સપ્લાયની વિગતોના ફાઈનલાઈઝેશનને (finalisation) આધારે માસિક રિટર્ન. |
ફોર્મ GST MIS-1 | માસિક | — | ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ સ્વીકાર, ખામી કે ડુપ્લિકેશનની (duplication) માહિતી મળશે. |
ફોર્મ GSTR-3A | — | — | કલમ 27 અને કલમ 31 હેઠળ રિટર્ન નોંધાવવામાં નિષ્ફળ રજિસ્ટર્ડ કરપાત્ર વ્યક્તિને નોટિસ. |
ફોર્મ GSTR-9 | વાર્ષિક | આગામી નાણાકીય વર્ષની 31મી ડિસેં. | વાર્ષિક રિટર્ન- ઉપલબ્ધ આઈટીસી અને ચૂકવેલી જીએસટીની વિગતો નોંધો, જેમાં સ્થાનિક, આંતરરાજ્ય અને ઈમ્પોર્ટ /એક્સપોર્ટનો સમાવેશ થાય છે. |
કમ્પોઝિટ કરદાતા
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-4A | ત્રિમાસિક | — | સપ્લાયરે આપેલા ફોર્મ જીએસટીઆર-1ને આધારે કમ્પઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટર્ડ પ્રાપ્તિકર્તાને ઉપલબ્ધ કરાયેલા ઈન્વર્ડ સપ્લાયની વિગતો. |
ફોર્મ GSTR-4 | ત્રિમાસિક | આવતા મહિનાની 18મી | માલો અને સર્વિસીસના બધા આઉટવર્ડ સપ્લાય નોંધાવો. આમાં ફોર્મ જીએસટીઆર-4એની ઓટો- પોપ્યુલેટેડ વિગતો, ચૂકવવાપાત્ર કર અને કરની ચુકવણીનો સમાવેશ થાય છે. |
ફોર્મ GSTR-9A | વાર્ષિક | આગામી ના.વર્ષની 31મી ડિસે. | કર ચુકવણીની વિગતો સાથે નોંધાવેલી ત્રિમાસિક રિટર્ન્સની એકત્રિત વિગતો નોંધાવો |
વિદેશી બિન- નિવાસી કરદાતા
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-5 | માસિક | આવતા મહિનાની 20મી અથવા નોંધણી સમાપ્તિ પછી 7 દિવસમાં | ઈમ્પોર્ટ આઉટવર્ડ સપ્લાય, ઉપલબ્ધ આઈટીસી, ચૂકવેલો કર અને ક્લોઝિંગ સ્ટોકની વિગતો આપો. |
ઈનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુટર
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-6A | માસિક | આવતા મહિનાની 11મી | સપ્લાયરે નોંધાવેલા ફોર્મ જીએસટીઆર-1ને આધારે આઈએસડી પ્રાપ્તિકર્તાને ઉપલબ્ધ કરાયેલી ઈન્વર્ડ સપ્લાયની વિગતો. |
ફોર્મ GSTR-6 | માસિક | આવતા મહિનાની 13મી | વિતરીત ઈનપુટ ક્રેડિટની વિગતો નોંધાવો. |
ટેક્સ ડિડકટર
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-7 | માસિક | આવતા મહિનાની 10મી | કપાયેલા ટીડીએસની વિગતો નોંધાવો. |
ફોર્મ GSTR-7A | માસિક | ડાઉનલોડ માટે ટીડીએસ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરવું. | ટીડીએસ સર્ટિફિકેટ- ટીડીએસ શેની પર કપાયું તે મૂલ્ય અને યોગ્ય સરકારમાં કપાયેલા ટીડીએસ પર જમાની વિગતો આપે છે. |
ઈ-કોમર્સ
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-8 | માસિક | આવતા મહિનાની 10મી | ઈ-કોમર્સ ઓપરેટરની સપ્લાય વિગતો અને સપ્લાય પર જમા કરની રકમની વિગતો. |
એકંદર ટર્નઓવર 2 કરોડથી વધુ
રિટર્ન પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-9C | વાર્ષિક | વાર્ષિક, આગામી ના. વર્ષની 31મી ડિસેં. | રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ (Re-concilation statement) – ઓડિટ કરેલાં વાર્ષિક અકાઉન્ટ્સ અને રિકોન્સિલિયેશન સ્ટેટમેન્ટ યોગ્ય સર્ટિફાઈડ. |
આખરી રિટર્ન
નોંધણી સુપરત કે રદ કરાઈ હોય તેવી કરપાત્ર વ્યક્તિ માટે
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-10 | માસિક | રજિસ્ટ્રેશન રદ થયાના 3 મહિનામાં | ઈનપુટ્સ અને કેપિટલ માલો, ચૂકવેલો અને ચૂકવવાપાત્ર કરની વિગતો આપો. |
સરકારી વિભાગો અને યુનાઈટેડ નેશન સંસ્થાઓ
રિટર્નનો પ્રકાર | સાતત્યતા | આખર તારીખ | નોંધાવવાની વિગતો |
ફોર્મ GSTR-11 | માસિક | આવતા મહિનાની 28મી | યુઆઈએન ધરાવતી વ્યક્તિ દ્વારા નોંધાવવાના ઈન્વર્ડ સપ્લાયની વિગતો. |