કોર્ટ ખુલ્લી હોય છે. કોર્ટ ની કાર્યવાહી નું ટેપ રેકોર્ડીંગ કરવા બાબત કોર્ટ ની પરવાનગી સિવાય કરી શકાય નહિ. ફોજદારી અધિનિયમ , ૧૯૭૩ કલમ ૩૨૭ મુજબ :- કોર્ટ ની કાર્યવાહી લોકો માટે ખુલ્લી હોયછે. કોર્ટ ની કાર્યવાહી પ્રિસાઈડીંગ જજ ના નિયત્રણ માં અને નિયમ મુજબ હોય છે. કોર્ટ કાર્યવાહી નું છુપી રીતે ટેપ રેકોર્ડીંગ કરવાનું ઘણું ગંભીર અને જોખમ અને ગેરવર્તણુક ગણાય. આવું કરવાથી તેનો દુર ઉપયોગ થઇ શકે છે. જો કાયદેસર નો હેતુ હોય, તો વ્યક્તિ ચોક્કસ પણે હેતુ જાહેર કરી ને કોર્ટ ની લેખિત વિનંતી કરી શકે છે. અને તેના ખરાપણા માટે કોર્ટ ને ખાતરી કરાવી આપે છે. અને જો પરવાનગી આપવાની હોય તો કોર્ટ યોગ્ય સલામતી રાખે છે. સલામતી એઅવી હોઈ શકે છે કેટેપ ની માસ્તર કોપી કોર્ટ ને પરત કરી શકાય જેથી, કોર્ટ ને તેની સાથે કોઈ ચેડા અથવા બગાડ કરી શકાય નહિ. વિનતી ના વાજબી પણ અને કાયદેસરતા સંબધી કોર્ટ ને ખાતરી ન થાય ,તો , કોર્ટ તે વિનંતી નાં મંજુર કરી શકે છે.
અજીત ડી. પડીવાલ વી. ગુજરાત રાજ્ય અને બીજા ૧૯૯૫ (૧) ગુ.લો.રી. ૯૧૧