નમસ્તે સર,

મારૂ નામ મયુરભાઇ ખાચર છે. હું બોટાદ પોલીસ વિભાગમાં ફરજ બજવું છું. સર મારા પપ્પાને વારસામાં મળેલ જમીન બાબતે થોડો વધુ પડતો ગૂંચવાડો છે. તમારી બધી પોસ્ટ જોઈને મારો પ્રશ્ન તમારી સમક્ષ રજુ કરવાની ઈચ્છા થઈ છે. મારા પ્રશ્ન બાબતે થોડું માર્ગદર્શન આપજો પ્લીઝ.

વાત જાણે એમ છે કે મારા ફાધરને એ ચાર ભાઈ અને ચાર બહેન છે તથા મારા ફાધર સૌથી નાના છે. મારા દાદાએ એમની હયાતીમાં મોટા ત્રણ દીકરાને જમીનની વહેંચણી કરી દીધેલ હતી અને હાલ જમીન તેમના નામે જ છે.
ત્યારબાદ મારા ફાધરના ભાગે આવતી જમીન મારા દાદાએ તેમને પણ આપી, પરંતુ આ જમીન મારા પપ્પાના નામેં કર્યા વગર મારા દાદાનું અવસાન થયેલ. જેથી મારા પપ્પાના ભાગે આવતી જમીનમાં તથા વહેંચણીની બાકી અન્ય જમીનમાં  તમામ ભાઈ બહેનના કુલ 8 નામ દાખલ થયેલ છે.

હવે મારા દાદાના અવસાન બાદ તેમના સયુંકત ખાતામાં રહેલ કુલ 4 સર્વે મા સીધી લિટીના બધા વારસદારના નામ દાખલ થયા છે, પરંતુ તેમાંથી એક સર્વે નંબર મારા પાપાને ભાગે આવેલો છે અને એનું વાવેતર પણ 40 વરસથી મારા પપ્પા જ કરે છે. આમ મારા દાદાના સયુંકત ખાતાના કુલ 4 સર્વે નંબર પૈકી એક તો મારા પાપાનો ભાગ નો જ છે. જ્યારે બાકીના સર્વે નંબર પૈકી એક સર્વે નંબર માથી 15 વીઘા અને એક સર્વે નબરમાંથી 6 વીઘા જમીન મારા પાપાના ભાગે આવે છે. આ તમામ વહેંચણી ફીઝીકલ થઈ ગઈ છે પરંતુ 7/12 અલગ કરવા અને કાયદેસર ભાવ પાડવાના બાકી છે.

પ્રશ્ન હવે ત્યાં ઉભો થયો કે મારા પાપાના ચાર બેનો માંથી એક બહેને અત્યારે આ સયુંકત ખાતામાંથી 8 મો ભાગ લેવા નામદાર સેશનકોર્ટ બોટાદમાં દાવો કર્યો છે. આ દાવાને લીધે હાલ 7/12 અલગ ના થઇ શકે અને જમીની વહેંચણી ન થઈ શકે એવું અહીંના વકીલ કહે છે. હવે મારા પ્રશ્નો એ છે કે,
1. દાવો જેમને કરેલ છે એ વાદી જો હાલ તેમની ઈચ્છાથી મારા પાપાને ભાગે આવતી જમીનમાં તેમનો હક્ક કમી કરવા કે વહેંચણી કરવા તૈયાર હોય તો જમીનના ભાગ પડી શકે ? ચાલુ દાવાએ ? મારા પાપાના ભાગે આવતી જમીન પૂરતા જ. મારા પાપાને ભાગ આપવા અને જમીન વહેંચણી કરવા તમામ સહ હિસ્સેદારો વાદી સહિત બધા રાજી છે તો અલગ ખાતું બની શકે ?

૨. મારા દાદાએ તેમની હયાતીમાં મારા પપા સિવાયના ત્રણ ભાઇઓને જે જમીન આપી હતી તે જમીનમાંં મારા પાપાનું નામ દાખલ થઇ શકે હવે ?

મારા આ પ્રશ્ન બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી છે.

Email

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday