ગુજરાતમાં નવસારીની કોર્ટે ચાઇના રહેતી એક વ્યક્તિની વિરુદ્ધમાં સમન્સ ઇસ્યુ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભૂતકાળમાં એક અકસ્માત થયો હતો જેમાં પોલીસે ગુનો નોંધીને આઇપીસીની 279 તથા 304a અને 337 તથા 338ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનાનો સાહેદ જીઓ મીન જયુ હગ ચાઈનાના વાજિદ ખાતે રહે છે તે ઘણા સમયથી કોર્ટમાં હાજર રહેતો નથી. આખરે નવસારી કોર્ટે સાહીદ જીઓ મીનના વિરોધમાં સમન્સ કાઢયું છે.
કોર્ટે કાઢેલા લેખિત સમન્સમાં જણાવ્યું છે કે, જૂન મહિનાની 25મી તારીખે સવારે 10:30 કલાકે સાહેદને કોર્ટમાં રજૂ કરવા તેમજ કોર્ટની રજા વગર ત્યાંથી બહાર નીકળવું નહીં. કોર્ટે પોલીસને ચાઇના જવા માટેનું સમન્સ કાઢીયા બાદ પોલીસ બેડામાં આ બાબતે ભારે ચર્ચા શરૂ થઇ છે.
નાના મોટા પોલીસ અધિકારીઓ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે જે કોસ્ટેબલ કે પોલીસ કર્મચારીને ચાઈના જઈને સમજવાનો મોકો મળશે તે ઘણો નસીબદાર હશે કારણ કે, એ બહાને પણ તે વિદેશની સફર માણી શકશે. જ્યાં જવાબમાં અને પોલીસ અધિકારીઓ કહે છે કે એ તો ઠીક છે પરંતુ ચાઇના જવા માટેની ફ્લાઇટનું ભાડું અને અન્ય ખર્ચો કોણ આપશે ત્યાં આરોપીને ભારતમાં પરત ફ્લાઈટમાં જ લાવવાનો ખર્ચો કોણ આપશે તે બાબત હજુ નક્કી થઈ નથી.
અત્રે નોંધનીય છે કે, ભૂતકાળમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સહિતના કેટલાક જાણીતા નેતાઓની ધરપકડ અને સમન્સ કાઢવામાં આવતા ભારે હોબાળો મચી ગયો હતો.
સુત્રો જણાવે છે કે, ઘણા કિસ્સામાં જજને ખબર જ હોતી નથી કઈ વ્યક્તિ કે આરોપીની સામે સમન્સ કાઢવામાં આવ્યું છે આ સંદર્ભમાં શું હકીકત છે તે જાણવા માટે નવસારી પોલીસનો સંપર્ક સાધવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ સંપર્ક થઈ શક્યો નથી
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા કોઇ પણ સમન્સ કાઢવામાં આવે છે તેની બજવણી જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આરોપીની ઓફિસે કે ઘરે જઈને કરવાની હોય છે. સમન્સની બજવણી ટપાલ કે કુરિયરથી થઈ શકતી નથી એટલે એનો અર્થ એવો થયો કે નવસારી પોતે જ સમર્થ છે એને તો બજવણી કરવી હોય તો પોલીસે રૂબરૂ જ ચાઇના જવું પડે.