ઉપરોક્ત કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, જયારે હાઈકોર્ટે આરોપી ને જામીન ઉપર મુક્ત કરેલ હોય ત્યારે સેશન્સ કોર્ટે તેના જામીન રદ કરી શકે નહિ,સિવાય કે ટ્રાયલ દરમ્યાન કોઈ નવા સંજોગો ઉભા થયેલ હોય કે જેથી જામીન રદ કરવા પડે. પરંતુ કલમ ૪૩૯(૨) મુજબ સેશન્સ જજે મંજુર કરેલા જામીન હાઈકોર્ટ રદ કરી શકે છે. કારણ કે હાઈકોર્ટને આ કલમ અન્વયે વિશાળ સતા મળેલી છે અને સેશન્સ કોર્ટે આપેલ જામીનના હુકમની પુન: વિચારણા પણ કરી શકે છે.