ઉપરના ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીનો નિર્ણય કરતી વખતે એમ જણાવેલ છે કે, અરજદાર કે તેણી ૬૭ વર્ષીય મહિલા ઉપર માહિતી આપનારની પુત્રીને લલચાવી, ભગાડી, લઈ જવા બદલ તેના પુત્રને મદદકર્યા નો આક્ષેપ હતો પરંતુ એકઠા કરેલ પુરાવાથી એવું કહી શકાય નહી કે, તેણી એ ઈ.પી.કો.ક. ૩૬૯ અને ૩૬૬ મુજબનો ગુનો કરેલો છે. તેણીની જામીન અરજી નીચેની અદાલત દ્વારા રદ કરવામાં આવેલ હતી તેથી ઠરાવવામાં આવ્યું કે, એવા કિસ્સાઓમાં કે જેમાં કોઈ તકલીફ વિના જામીન આપી શકાયા હોત અથવા આરોપીની તરફેણમા પૂરતા ગુણદોષ હયાત હોવા છતાં નીચલી અદાલતો ના જામીન મંજુર નહિ કરવાના વલણની કડક ટીકા કરવામાં આવે છે નીચલી અદાલતો તેની જવાબદારીઓ ટાળવા માટે અને ઉપલી અદાલત તરફથી કોઈ ટીકા થવાના ડર માત્રથી ઉચ્ચ અદાલત ઉપર બોજો નાખે છે, તે વ્યાજબી નથી. નામદાર હાઈકોર્ટ ન્યાયિક અધિકારીઓ તથા તબ હેઠળની અદાલતો ને આવો ડર દુર કરવા માટે જણાવેલ છે અને કિસ્સાના ગુણદોષ ના આધારે નિર્ણય લેવા જણાવેલ છે.