સી.આર.પી.સી.- ૨૬૮(૧)
કોઈ પણ આરોપી કે ગુનેગાર સામે સી.આર.પી.સી. ૨૬૮(૧)ની જોગવાઈ અમલમાં હોય, એટલે કે ગુનેગાર સામેના નામદાર કોર્ટમાં પડતર કેસોમાં ટ્રાયલ માટે સી.આર.પી.સી. ૨૬૮(૧) હેઠળના કોર્ટના પ્રોડક્શન વોરંટ મુજબ કોર્ટમાં રજૂ કરવાનો થતો હોય, પરંતુ કેટલાક ગંભીર પ્રકારના કેસોમાં સમાજ અને નાગરિકોની સલામતીનાં કારણોસર જાહેર હિતમાં આવા આરોપી કે ગુનેગારોને જેલ બહાર કાઢવો ઉચિત ન હોય, તેવા કેસોમાં આ જોગવાઈ હેઠળ રાજ્ય સરકારશ્રીને મળેલી સત્તાની રૂએ આવા આરોપી કે ગુનેગારને જાહેર હિતમાં જેલ બહાર ન કાઢવા અંગેના પ્રતિબંધક હુકમો ફરમાવી શકે છે.