શી અપેક્ષા રાખી શકાય   ?

માર્ગ અકસ્માતના કેસમાં વાહનના ડ્રાઇવરે ઈજાગ્રસ્તને મેડિકલ સારવાર મળે તે માટે પ્રયત્‍નો કરવા જોઈએ.

·         ઈજાગ્રસ્ત વ્યક્તિને ત્વરિત હોસ્પિટલે પહોંચાડી શકાય (આવી સેવા આપનારને પોલીસ અધીક્ષક દ્વારા પ્રશંસાપત્ર અપાશે).

·         ડોક્ટરે ઈજાગ્રસ્તની સારવાર ફરિયાદની રાહ જોયા વિના ત્વરિત કરવી જોઈએ.

·         લાઇસન્સ કે રજિસ્ટેશન વિના વાહનમાલિકે પોતાનું વાહન ચલાવવા આપવું જોઈએ નહીં.

·         ગુનાની તપાસમાં પંચ કે સાક્ષી તરીકે રહીને પોલીસને મદદ કરવી જોઈએ (ગંભીર ગુનો સાબિત થાય ત્યારે પંચ કે સાક્ષીને પોલીસ અધીક્ષક દ્વારા પ્રમાણપત્ર આપશે).

·         અનડિટેક્ટ ગુનાની જગ્યા જેમની તેમ રહેવા દો. જેથી ડોગ તથા સાયન્ટિફિક પદ્ધતિઓનો ઉપયોગ થઈ શકે.

·         અસામાજિક તત્ત્વોની ગુનો કરવાની તૈયારી અંગે માહિતી આપનારની ગુપ્તતા જળવાશે.

·         અકસ્‍માત બનતા તાત્‍કાલીક સારવાર અર્થે ઇજા પામનારને ખસેડવા

વાહન અકસ્માત અટકાવવાના સુચનો

·         બ્રેક, પાણી, સ્પેર વ્હીલ ચકાસી લેવાં. રિફલેક્ટર હોવું જોઈએ.

·         આંજી નાખે તેવી લાઇટ ન રાખવી. ડીપરનો ઉપયોગ કરવો.

·         ઓવરટેઈક કરતાં પહેલાં ખાતરી કરો. ઉતાવળ ન કરો. વળાંકમાં વાહન ધીમું રાખો.

·         નિશાળ હોસ્પિટલ પાસે વાહન ધીમું ચલાવો. રાત્રે આગળના વાહનની સાઇડ કાપતાં પહેલાં ડીપરનો ઉપયોગ કરી સામેનાને જાણ કરો. સામે આવતાં વાહનો સામે ડીમ લાઇટનો ઉપયોગ કરો.

·         જે દિશા તરફ જવા માગતા હો તે મુજબ સંજ્ઞા બતાવો.

·         શહેરમાં સ્વયંસંચાલિત લાઇટ દ્વારા ટ્રાફિક નિયમન થાય છે. લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખો. પીળી લાઇટ થાય એટલે વાહન ચાલુ કરો. લીલી લાઇટ થાય એટલે વાહનને હંકારો.

·         ડ્રાઇવિંગ લાઇસન્સ કે વીમાની મુદત પૂરી થયા બાદ અકસ્માત થાય તો વીમો ન મળે. સમયસર રિન્યુ કરાવો.

·         અગાઉથી હોર્ન વગાડો. બહુ નજીક જઈને હોર્ન વગાડવાથી અકસ્માતની સંભવાના રહે છે.

·         ટ્રેક્ટરમાં ડ્રાઇવરની સીટની બન્ને બાજુ મડગાર્ડ ઉપર કે ટ્રેક્ટરની પાછળ કલ્ટિવેટર કે સાંતી ઉપર મુસાફરો બેસે છે તે ગેરકાયદે છે. અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી ગણાય.

·         ઊંટગાડી, બળદગાડી પાછળ રિફલેક્ટર કે રેડિયમ પટ્ટી લગાડવી અને વાહન પાછળ બ્રેક લાઇટ હોવી જોઈએ.

·         વાહનની ડ્રાઇવર સાઇડની હેડ લાઇટ ઉપર જમણી બાજુ પીળો પટો કરાવવો અને બન્ને હેડ લાઇટ વચ્ચે કાળાં ટપકાં કરાવવાં.

·         રેલવે ક્રોસિંગ પાસે સૌથી આગળ જવા રોંગ સાઇડમાં વાહન ન હંકારો. સામેથી આવતા વાહન માટે સાઇડ ખાલી રાખો અને વાહન હંમેશાં ડાબી બાજુ ચલાવો. ઓવરટેઈક આગળના વાહનની જમણી બાજુએથી જ કરો.

·         દ્વિચક્રી વાહનચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવું. વાહન નશો કરી ન ચાલવવું. ટેન્શનમાં વાહન ન ચલાવવું.

·         રસ્તાની વચ્ચે કે અડચણ થાય તે રીતે વાહન ઊભું ન રાખવું. બીજા વાહન સાથે હરીફાઈમાં ન ઊતરો. પ્રતિષ્ઠા અને વટનો વિષય ન બનાવો.

·         ચાલુ વાહને ક્લચ ઉપર પગ ન રાખો. ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવું નહીં. વાહન સ્લિપ ન થાય તેની તકેદારી રાખવી.

·         વિચિત્ર પ્રકારના હોર્ન વાહનમાં લગાડવા કે વગાડવા નહીં. પુરઝડપે વારંવાર વાહન હંકારવું નહીં.

·         વળાંક વાળા રસ્‍તાપર વાહન ધીમે ચલાવવું.

 

મુસાફરોએ શું કાળજી લેવી ? 

 

  • ખાનગી વાહનચાલકો મુસાફરોને એસ.ટી. સ્ટેન્ડ પાસેથી બૂમો પાડીને લઈ જાય છે, પરંતુ ખાનગી વાહનોમાં મુસાફરી કરવામાં જોખમ છે. અકસ્માતના પ્રસંગે વળતર મળતું નથી. જ્યારે એસ.ટી.માં મુસાફરી કરનારને અકસ્માતના પ્રસંગે વળતર મળે છે.
  • વાહનચાલકોને અડચણ થાય તે રીતે રોડ ઉપર ઊભા ન રહેવું.
  • અકસ્માત સમયે ઈજાગ્રસ્‍તોને હોસ્પિટલ પહોંચાડો. તેમના ફોન નંબર મેળવી તેમના સગાંસંબંધીઓને જાણ કરો.
  • નશો કરીને વાહન ચલાવતા ડ્રાઇવરને પોલીસને સુપરત કરો.
  • મુસાફરીની હેરફેર કરતા ખાનગી જીપચાલકો ફેરા કરવાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે. ટ્રક, ટેમ્પા, રિક્ષા તથા જીપોમાં હાઈ-વે ઉપર મુસાફરી ન કરો.
  • અકસ્‍માત વેળા ટોળા વળતા અટકાવવા તથા બીજ જરૂરી ઉભા રહેવું નહી.

પોલીસે માર્ગ અકસ્માત નિવારવા શું કાળજી લેવી ?   

·         માર્ગ અકસ્માત કઈ જગ્યાએ, કયા સમયે, કયા કારણસર વધુ બને છે તેની સમીક્ષા કરી તેના ઉપાયો શોધવા.

·         રાત્રે માર્ગ વચ્ચેના ડિવાઇડર સાથે વાહનો ન અથડાય તે માટે ડિવાઇડર પાસે રિફલેક્ટરની વ્યવસ્થા કરો અને કેટ આઇઝનો ઉપયોગ કરો.

·         રોડ, ફૂટપાથ ઉપર અડચણ કરનારા સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ ર૮3 હેઠળ ગુનો દાખલ કરી અડચણરૂપ વસ્તુને કબજે લેવી.

·         નશો કરીને વાહન ચલાવતા વાહનચાલક સામે મોટર વ્હીકલ એક્ટ કલમ ૧૮પ હેઠળ ગુનો દાખલ કરાવો.

·         ”નો પાર્કિંગ ઝોન”માં વાહન પાર્ક કરે તો ઇન્ડિયન પિનલ કોડ કલમ ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરાવવો.

·         ફરિયાદની કાર્યવાહી કરતાં પહેલાં તરત જ ઈજાગ્રસ્તને દવાખાને પહોંચાડવાની કાર્યવાહી કરો.

·         ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકો સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખો.

·         નાનાં બાળકોની હાજરીમાં ટ્રાફિકના મેમા ન આપવા. મોટર વ્હીકલ એક્ટ કલમ ર૦૭ હેઠળ વાહન ડીટેઈન કરો ત્યારે મહિલા, બાળકો રોડ વચ્ચે નિરાધાર ન મૂકી દેવાં અને તેઓને જે તે જગ્યાએ મોકલી આપવાની કાળજી લેવી.

·         વાહનો અવર લોડીંગ હોય તો તેને દંડ કરવો..

ચાલો મંથન કરીએ

·         ગુનેગારો સાથે સખતાઈ જોઈએ, લોકો સાથે સભ્યતા. ગુનેગારોમાં પોલીસનો ડર હોવો જોઈએ અને લોકોમાં પોલીસ માટે આદર હોવો જોઈએ.

·         પોલીસ દળ સંવેદનશીલ છે. પારદર્શક અને ઉત્તરદાયી છે તેવી લોકોને સહાનુભૂતિ થવી જોઈએ.

·         લોકોમાં વિશ્વાસ ત્યારે જ દૃઢ બને જ્યારે લોકો તંત્ર પ્રત્યે આદરથી જુએ અને તંત્ર લોકો પ્રત્યે સંવેદનશીલ બને.

·         પોલીસ દળ સંવેદનશીલ ત્યારે બને જ્યારે ભોગ બનનારની જગ્યાએ પોતાની જાતને મૂકે ત્યારે.

·         પોલીસ તંત્રમાં ડેમોક્રેટિક મેનર્સ-લોકશાહી રીતભાત અને ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેશન-લોકશાહી સંચાલનની જરૂર છે તો જ પારદર્શકતા આવે. પારદર્શકતા જ વહીવટને શુદ્ધ રાખી શકે છે અને તો જ તંત્ર ઉત્તરદાયિત્વ બની શકે. તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવારવાનો માર્ગ છે. લોકજાગૃતિ નાગરિક સભાનતા.

·         લોકો દ્રારા પોલીસને ગુન્‍હેગારોની માહીતી પુરી પડે અને માહીતી આપનારનુ નામ ખાનગી રાખવામા આવે તે જોવુ જરૂરી છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday