ઉપરોક્ત કેસમાં બેંકના કોભાંડમા આરોપી બેંકના ડાયરેક્ટર જામીન અરજી રજુ કરેલ હતી. અને પુરાવો જોતા આરોપી પ્રથમ દર્શનીય રીતે ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાયેલું તેથી જામીન નકારવામાં આવેલા છે. અને નામ. સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, જયારે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવે અગરતો નકારવામાં આવે ત્યારે સામાન્ય સંજોગોમાં સુપ્રીમ કોર્ટ તે હુકમમાં હસ્ત્ક્ષેપ કરશે નહિ.