તથા દિલીપ શંકર કોળી વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વી.કેપ્ટન બુધ્ધિકોટા સુબ્બરાવ એ.આઈ.આર. ૧૯૮૯ સ.કો.પાના નં. ૨૨૯૨ ૧૯૯૦ ક્રી.લો. રિપોર્ટર પાના નં. ૫૦ સુ.કો.
ઉપરોક્ત ચુકાદામાં સ્પષ્ટપણે એવું જણાવેલ છે કે, જામીન અરજીની પુન: વિચારણા કરવા અંગે કોઈ ચોક્કસ નિયમ નક્કી થયેલ નથી અને તે અંગે કોઈ જડવલણ રાખી શકાય નહિ અને જામીન અરજી માટે એક સરખા નિયમ નથી કે જે દરેક જામીન અરજી બાબતે લાગુ પાડી શકાય, કારણકે ખરેખર તો જામીન અરજીની બાબતમા એવી સ્થિતિ છે કે, તે કાયમ દરેક કેસની હકીકત અને સંજોગો ઉપર આધારિત હોય છે અને એક જ અને એક સરખી કાર્યવાહી અને સંજોગોમા દરેક સમયે સંજોગો બદલાતા રહે છે તેથી એવું કહી શકાય કે એક વખત જામીન આપેલા હોય તો તે પાછળથી રદ પણ કરી શકાય નહિ.
હવે ઉપરના કેસોમાં જામીન અરજી ની સુનાવણી વખતે આરોપી ના એડવોકેટશ્રીએ એવી રજુવાત કરેલી હતી કે આરોપી ની જયારે ધરપકડ કરવામાં આવેલ ત્યારે તેની પાસે થી કેટલાક રૂપિયા રીકવર કરવામાં આવેલા હતા. અને તેની ઓળખ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી જે ભારતીય પુરાવા અધિનિયમ ની કલમ-૯ મુજબ જરૂરી છે.આથી ફરીયાદી ને બોલાવવામાં આવ્યો અને તેણે એવું જણાવ્યું કે, આ નોટો તેજ નોટો છે પરંતુ એ નોટોની ચોક્કસ ઓળખ માટે કોઈ ચોક્કસ નિશાની તેની પાસે ન હતી અને એફ.આઈ.આર. મા પણ આ નોટોની ઓળખ અંગેની કોઈ નિશાનીઓ જણાવેલ ન હતી. આમ આ કામે પોલીસ તપાસની પ્રક્રિયા પૂરી થઈ ગયેલ હતી આથી બીજી કોઈ ઓળખ અંગેની સાબિતી પણ રેકર્ડ ઉપર આવતી ણ હતી. આથી આ સંજોગોમાં કોર્ટેને જામીન મંજુર કર્યા સિવાય અન્ય કોઈ સંજોગો રહેતા નથી.
સુશીલકુમાર યાદવ વી.સ્ટેટ ઓફ યુ.પી.
૨૦૦૨ ક્રી.લો. જર્નલ પાના નં. ૬૧૮ (લાર્જર બેન્ચ)