આ કેસમાં સેશન્સ અદાલત દ્વારા તથા નીચલી અદાલત દ્વારા આરોપી ને જામીન નકારતી વખતે પૂરતા કારણો આપવામાં આવેલ હતા અને કાગળો ચકાસવામાં આવેલ હતા પરંતુ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા કોઇપણ કારણો આપ્યા વગર આરોપીના જામીન મંજુર કરી દેવામાં આવેલ હતા જેથી રાજસ્થાન હાઈકોર્ટ નો ચુકાદો રદ કરતા નામદાર સુપ્રીમ કોર્ટે એમ ઠરાવેલ છે કે, હાઈકોર્ટે માઈન્ડ એપ્લાય કરેલ નથી, કારણ કે તેણે કોઈ જ કારણો આપેલા નથી.