ઉપરોક્ત ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ ની ડીવીઝન બેન્ચ દ્વારા એમ ઠરાવવામાં આવેલ છે કે, આરોપી કામ ચલાઉ જામીન હક્ક ની રૂએ માગી શકે નહિ.આ કેસમાં ભાઈ ના લગ્ન મા હાજરી આપવા આરોપી દ્વારા અરજી કરવામાં આવેલી જેનો ઇન્કાર કરવામાં આવેલો. કોર્ટે એમ ઠરાવેલ છે કે, ખૂન, બળાત્કાર, પત્નીને ઝેર આપવું,પત્ની ને સળગાવી દેવી,ગેન્ગરેપ, દહેજ મૃત્યુ વગેરે જેવા ગંભીર ગુનાઓમાં કામચલાઉ જામીન પણ આરોપીને સજા થયા પછી આપી શકાય નહિ.