વાવાઝોડા માં કાર ઉપર ઝાડ પડે ને જે નુકશાન થાય તે માટે વીમા કંપની જવાબદાર છે કે નહિ ?
વાવાઝોડું આવવું એ એક્ટ ઓફ ગોડ છે. સિવાય કે તમે જે વીમા પોલીસી લીધેલ હોય, તેમાં કોઈ પ્રોવીજ્ન હોઈ કે નહિ મળે તો જ ના મળે નહીતર આ પણ એક પ્રકાર નો અકસ્માત જ છે. અને અકસ્માત માં ઝાડ પડે તો તે નો વીમો પાસ કરવો પડે અને. તે કાયદેસર રીતે મંજુર થવાને પાત્ર છે. જો કોઈ વીમા કંપની આવો કોઈ વીમો પાસ ના કરે તો તમે ગ્રાહક નિવારણ કેન્દ્ર માં તેની ફરિયાદ કરી શકો છો. અને કોર્ટ માં પણ તેની ફરિયાદ કરી શકો છો. વીમા કંપની પાસે તમે કરાર કરેલ છે આથી, કોઈ પણ સિવિલ કોર્ટ માં તમે કરાર નું પાલન કરવા માટે નો દાવો કરી શકો છો.