The sentence till the rising of the court
કોર્ટ ઉઠતા સુધી ની સજા એટલે કે એકદમ નાની સજા જેમાં જેલ માં જવાનું હોતું નથી. પરંતુ કોર્ટ માં જ બેસી રહેવાનું હોય છે. જ્યાં સુધી કોર્ટ બેસેલ હોયત્યાં સુધી એટલે એક દિવસ ની સજા કોર્ટ માં બેસી ને પૂરી કરવાની હોય છે. સામન્ય રીતે આવી સજા ની જોડે દંડ પણ કરવામાં આવતો હોય છે. જેમ કે , કોઈ વ્યક્તિ કોઈ નાના ગુના માં પકડાય તો, એવી સજા કરવામાં આવે છે કે આરોપી ને કોર્ટ ઉઠતા સુધી ની સજા અને રૂ. ૨૦૦/- દંડ કરવાનો હુકમ કરવામાં આવે છે. આમાં. ૨૦૦ દંડ ભરી ને આરોપી એ કોર્ટ માં પાછળ જેલ જેવું ખાનું હોય છે ત્યાં બેસી રહેવાનું હોય છે.