ઉપરોક્ત કેસમાં આરોપી સામે ઈ.પી.કો.ક. ૧૨૦(બી) ૩૦૨ અને ૩૬૪ મુજબના ગુનાનો આક્ષેપ હતો અને તેણે કલમ ૪૩૯ હેઠળ જામીન અરજી કરેલી અને એવી રજુવાત કરેલી કે તેનો કેસ ચલવવામા ખુબ વિલંબ થઈ રહેલ છે તેથી તેને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ. ટ્રાયલ બે વર્ષ ઉપરાંતથી પેન્ડીગ હતી તેમ છતા સંજોગો જોતા નામદાર હાઈકોર્ટે ઠરાવેલ છે કે, જામીન અરજી મંજુર કરી શકાય નહી. વિશેષમાં આરોપીએ અગાઉ જામીન અરજી કરેલ હતી, જે જામીન અરજી આરોપીએ પરત ખેચેલ હતી તેથી હાઈકોર્ટે ઠરાવેલ છે કે, જો અગાઉની જામીન અરજી પરત ખેચવામાં આવેલ હોય તો તે જામીન અરજી રદ થયેલ બરાબર ગણાય અને જ્યાં સુધી જામીન અરજી માટેના નવા કારણો ઉભા ન થાય ત્યાં સુધી આરોપી બીજી જામીન અરજી દાખલ કરી શકે નહી.