ઉપરોક્ત કેસમા આરોપી જામીન મુક્ત હતો ત્યારે તેણે ઈ.પી.કો.ક.૩૦૨ મુજબનો ગુનો કરેલ હતો અને સેશન્સ કોર્ટ દ્વારા તેને જામીન આવેલ હતા.એક જ આરોપી ને જામીન આપવામાં આવેલા બાકી ના આરોપીઓ ને જામીન આપવામાં આવેલા નહિ, તેથી નામદાર સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાની અરજીમા એમ ઠરાવેલ છે કે, શા માટે માત્ર એક જ આરોપી ને જામીન આપવામાં આવેલા છે તે નીચેની અદાલતે જણાવેલ નથી. વળી નામદાર સુપ્રીમ કોર્ટે વધુમાં એમ પણ ઠરાવેલ છે કે, આ કામમાં ફરિયાદીએ વાંધા અરજી આપેલ હતી જે વાંધો ધ્યાને લીધેલ ન હતો અને ફરિયાદીને સાંભળવામાં આવેલ નહિ તેથી નામદાર સુપ્રીમ કોર્ટે ફરિયાદીને સંભાળવા જોઈએ તેવું પણ ડાઈરેકશન આપેલ છે.