જી.સી.ડી. ૪૧૩ સુ.કો. ઉપરોક્ત કેસમાં ક્રી.પ્રો.કો.ક. ૪૩૯ મુજબની જામીન અરજી મંજુર કરતી વખતે એમ ઠરાવેલ છે કે, મહારાષ્ટ્ર વ્યવસ્થિત ગુના અંકુશિત અધિનિયમ ૧૯૯૯, કલમ ૩(૧)(૨)૩(૨),૩(૪),૩(૫),૪ અને ૨૪ તથા ભ્રષ્ટાચાર અટકાયત અધિનિયમ ૧૯૪૭ ની કલમ ૭,૧૩(૧)(ડી) તથા ઈ.પી.કો.ક.૧૨૦(બી),૨૫૫,૨૫૮,૨૫૯,૨૬૦,૨૬૩-એ,૪૨૦,૪૭૧,૪૭૨,૪૭૪,સાથે વાંચતા કલમ ૩૪ મુજબના કેસમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમને સગવડ આપવી અને ગેરકાયદેસર લાભ મેળવવાનો આક્ષેપ કરવામાં આવેલ હતો. અરજદાર ૨૦૦૩ ના વરસમા નિવૃત થઈ ચૂકેલ હતો અને તે બે વર્ષ કરતા વધુ સમય થી જેલમાં હતો અને કેસ ચાલતા વર્ષો નીકળી જાય તેમ હતું. તેથી ઠરાવવામાં આવ્યું કે મહારાષ્ટ્ર ઓર્ગેનાઈઝડ ક્રાઈમ અંકુશિત અધિનિયમ ૧૯૯૯ ની ૩(૨) હેઠળ ગુનો બન્યા બાબત તપાસવાનું આ તબ્બકે યોગ્ય નથી. સંજોગો અને હકીકતો પર અરજદાર શરતો પરિપૂર્ણ કરવા પર જામીન માટે હક્કદાર છે.