મા નામ. સુપ્રીમ કોર્ટે બીજા કિસ્સામા ઠરાવેલ છે કે, ક્રી.પ્રો.કોડ અન્વયે આરોપીને જામીન ઉપર મુક્ત કરવો કે કેમ તે કોર્ટની મનસુફી ઉપર આધારિત છે તથા સજા સામે અપીલ કરી હોય તેવા કિસ્સામાં પણ આરોપીને જામીન ઉપર મુક્ત કરવો કે કેમ તે કોર્ટની મનસુફી ઉપર આધારિત છે. જયારે આવી મનસુફી વાપરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે કોર્ટે ખુબ જ કાળજી અને સાવધાની છે તથા વ્યક્તિની સ્વતંત્રતાનો કીમતી હક્ક અને સમાજનુ હિત બન્ને વચ્ચે સમતુલા જાળવવાની છે. વધુ મા નામ. સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવેલ છે કે, જામીન અરજી મંજુર કરતી વખતે અથવા નામંજૂર કરતી વખતે ટુંકાણમાં પરંતુ મુદ્દાસર કારણો જામીન અરજીના હુકમમાં કોર્ટે દર્શાવવા જોઈએ અને કોર્ટે આવી હકુમત રાબેતા મુજબ વાપરવી જોઈએ નહી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday