Sanjabij Tari vs Kishore S. Borcar
કલમ 138 NI Act કેસ બાબત સુપ્રીમ કોર્ટ માર્ગદર્શિકા (ટૂંક સાર)
સુપ્રીમ કોર્ટે ચેક રિટર્ન કેસોના ઝડપી નિકાલ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા આપી છે.
મુખ્ય મુદ્દાઓ :-
- સમન્સ માત્ર સામાન્ય રીતે નહિ પરંતુ દસ્તી, ઇ-મેઈલ, વોટ્સએપ વગેરે ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ પાઠવવા.
- ફરિયાદીએ આરોપીના મોબાઇલ નંબર, ઇ-મેઈલ અને વોટ્સએપ વિગતો એફિડેવિટ સાથે આપવાની રહેશે.
- સમન્સ સર્વિસ અંગે ફરિયાદીએ એફિડેવિટ ફાઈલ કરવાનું રહેશે. ખોટી માહિતી હોય તો કાર્યવાહી થઈ શકે.
- દરેક કલમ 138 ફરિયાદમાં ફરજિયાત Synopsis મૂકવાનું રહેશે, જેમાં ચેક, નોટિસ, ડિસઓનર, જ્યુરિસ્ડિક્શન વગેરે વિગતો રહેશે.
- કલમ 223 BNSS મુજબ Cognizance પહેલાં અલગ સમન્સ આપવાની જરૂર નથી. NI Act વિશેષ કાયદો હોવાથી સીધું Cognizance લઈ શકાય.
- કલમ 138 કેસો સામાન્ય રીતે Summary Trial તરીકે ચલાવવા. Summons Trial કરવો હોય તો કારણ નોંધવું પડશે.
- આરોપીની Plea સમયે કોર્ટ નીચેના મુદ્દા પૂછે શકે :-
- ચેક અને સહી સ્વીકારો છો?
- ચેક આપ્યો હતો?
- કાયદેસર જવાબદારી હતી?
- બચાવ શું છે?
- સમાધાન કરવા તૈયાર છો?
- આરોપીના જવાબો ઓર્ડરશીટમાં નોંધવાના રહેશે.
- યોગ્ય કેસમાં શરૂઆતમાં જ કલમ 143A મુજબ Interim Compensation આપવાનો વિચાર કરવો.
- સમન્સ સર્વિસ બાદ કેસો Physical Courtમાં ચલાવવા.
- Section 138 કેસો માટે Evening Courts ની મર્યાદા વધારવા હાઈકોર્ટને સૂચના.
- મોટા શહેરોમાં Pendency Monitoring Dashboard બનાવવાના રહેશે.
- હાઈકોર્ટો દ્વારા Monitoring Committee બનાવી ઝડપી નિકાલ, Mediation અને Lok Adalat પ્રોત્સાહિત કરવાના રહેશે.
મહત્વપૂર્ણ કાનૂની સિદ્ધાંતો
(1) કલમ 118 અને 139 ની Presumption
ચેક અને સહી સ્વીકારવામાં આવે એટલે કાયદેસર દેવું હોવાનું અનુમાન ઉભું થાય છે. ખોટું સાબિત કરવાનો ભાર આરોપી ઉપર રહેશે.
(2) ₹20,000 થી વધુ Cash Transaction
Income Tax Act ની કલમ 269SS નો ભંગ થયો હોય તો પણ દેવું ગેરકાયદેસર બનતું નથી અને કલમ 138 કાર્યવાહી ચાલે શકે.
(3) Financial Capacity અંગે
ફક્ત “ફરિયાદી પાસે પૈસા નહોતા” એવો દાવો પૂરતો નથી. આરોપીએ પુરાવા રજૂ કરવા પડશે.
(4) Legal Notice નો જવાબ ન આપવો
નોટિસનો જવાબ ન આપવાથી આરોપી વિરુદ્ધ adverse inference લઈ શકાય.
(5) Revisional Jurisdiction
High Court સહેલાઈથી નીચલી કોર્ટના concurrent findings માં હસ્તક્ષેપ નહીં કરે.
Compounding Guidelines
- Defence Evidence પહેલાં ચુકવણી → કોઈ Cost નહીં.
- Judgment પહેલાં ચુકવણી → 5% Cost.
- Sessions/High Courtમાં → 7.5% Cost.
- Supreme Courtમાં → 10% Cost.
સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
કલમ 138 કાર્યવાહી વિશે કોર્ટે કહ્યું :
“Civil sheep in a criminal wolf’s clothing.”
અર્થાત્ આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સજા નહિ પરંતુ રકમની વસુલાત, સમાધાન અને ઝડપી નિકાલ છે.