હા, ભલે મુંબઈ માં દારુ પીવાની છૂટ છે પણ જો તમે મુંબઈ કે અન્ય રાજ્ય માંથી દારુ પીને ગુજરાત માં ટ્રેન દ્વારા કે અન્ય કોઈ વાહન દ્વારા પ્રવેશ કરો, અને પોલીસ પકડે તો તે ગુનો બને છે અને તમેએવી કોઈ દલીલ ના કરી શકો કે મેં તો દારૂ મુંબઈ માં પીધો હતો. અહિયાં નથી પીધો. તમે દારુ પીને ગુજરાત માં પ્રવેશ કર્યો એટલે દારુ પીધેલો જ કહેવાય અને તે મુજબ ગુનો નોધાય અને સજા થાય. દારૂ પીને પકડાય તો પ્રોહિબીશ ન ના કાયદા ની કલમ ૬૬(૧)(બી) લાગે છે.અને આ ગુનો કબૂલાત પાત્ર છે. અને આ ગુના માં લોક અદાલત માં ૧૦૦- થી લઈને ૫૦૦ રૂપિયા સુધી નો દંડ ભરી ને કેસ ની પતાવટ થી શકે છે.