આરોપી સમાજમાં ખોટો હોદો ધરાવતો હોય તો તે જામીન અરજીની સુનાવણી વખતે ધ્યાને લઈ શકાય નહી. ગુનાની ગંભીરતા જોતા જામીન અરજી રદ થવાની તકો વધારે છે. તેમ છતા જામીન અરજી મંજુર કરવી કે ન કરવી તે કેસની હકીકતો ઉપર આધારિત છે. જામીન અરજી મંજુર કરતી વખતે કોર્ટે ધ્યાન મા રાખવાનું છે કે, આરોપી વિરુદ્ધ ના ગુનાના જે આક્ષેપો છે તેના સ્વરૂપ તથા કેસમાં આરોપી ને કેટલી સજા થઈ શકે છે તે પણ ધ્યાન મા લેવાનું છે અને આરોપીને સજા કરવા માટે ક્યાં પ્રકારનો પુરાવો પોલીસ તપાસમાં ધ્યાન મા લેવામાં આવેલ છે. આરોપી સાક્ષીઓને ધાક,ધમકી,લોભ,લાલચ આપશે કે કેમ? તે અંગેની વાજબી તહેશત પણ ધ્યાનમા લેવાની છે અને ફરીયાદી ને ધાક,ધમકી આપશે કે કેમ તે બાબત પણ જામીન અરજી મંજુર કરતી વખતે ધ્યાન મા લેવાની છે. જયારે આરોપી વિરુદ્ધનો ગુનો અથવા આક્ષેપ પુરવાર કરવા માટે તમામ પ્રકાર ના પુરાવા જોતા કોર્ટે પ્રથમ દર્શનીય રીતે અને સંતોષકારક રીતે એવું માનવું જોઈએ અને લાગવું જોઈએ કે આરોપીને જામીન ઉપર છોડવો જોઈએ કે નહી અને તહોમતના સમર્થનમા શું પુરાવા છે તે ધ્યાનમા લેવા જોઈએ. જામીન મંજુર કરવાના તબક્કે પ્રોસીક્યુશનનો કેસ સાચો છે કે કેમ અથવા સહેજ પણ આક્ષેપ છે કે કેમ કારણો ધ્યાને લઈ આરોપીને જામીન ઉપર મુક્ત કરવો જોઈએ.