સુરત
રસોડામાં પહોંચી ગયો હતો ઃ યુવતીએ ઝેર પી લીધું હતું અને બે વર્ષથી હેરાન કરતો હોવાનું નિવેદન આપ્યું હતું
ચાર
વર્ષ પહેલા વરાછા રોડ પર ઘરના રસોડામાં ઘૂસીને યુવતીને તુ મને ગમે છે કહીને હાથ
પકડી છેડતી કરનાર આરોપી યુવકને આજે જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ(
મ્યુનિસિપલ કોર્ટ) પ્રિયમ બી.બોહરાએ તમામ ગુનામાં દોષી ઠેરવી એક વર્ષની સખ્ત કેદ
અને રૃા.4500 દંડનો હુકમ કર્યો છે.
વરાછા
રોડ ખાતે શ્રીજીનગર સોસાયટી-૨માં રહેતો 20 વર્ષીય આરોપી ધવલ ઘનશ્યામ ડોબરીયા
તા.10-4-2018 ના રોજ પાડોશમાં રહેતી યુવતિ ઘરમાં એકલી હતી ત્યારે રસોડામાં ઘૂસી ગયો
હતો. અને તુ મને ગમે છે કહીને શારીરિક અડપલા કર્યા હતા. ત્યારે યુવતીનો મોટો ભાઇ
આવી જતા આરોપીને તું કેમ અહી આવ્યો છે ?
પુછતા હોમવર્કની નોટ લેવાની હતી કહીને આરોપી નાસી ગયો હતો.
બીજી
તરફ યુવતીએ માંકડ મારવાની દવા પી લેતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં કાપોદ્રા
પોલીસ સમક્ષ યુવતીએ મરણોન્મુખ નિવેદનમાં આરોપી છેલ્લાં બે વર્ષથી તેના ભાઈને મારી
નાખવાની ધમકી આપીને છેડતી કરતો હોવાથી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. આરોપી
ધવલની ધરપકડ કરાઇ હતી. કેસ કાર્યવાહીમા આરોપી તરફે યુવતી સાથે પ્રેમસબંધ હોવાની રજૂઆત થઇ હતી.
જેના વિરોધમાં એપીપી એ.કે.પટેલની રજૂઆતો બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી સજા-દંડનો
હુકમ કર્યો હતો. કોર્ટે આરોપીને કુલ 10 હજારનો દંડ ભરે ભરે તો ભોગ બનનારને વળતર
પેટે ચુકવવા નિર્દેશ આપ્યો છે. આરોપી તરફે પ્રોબેશનનો લાભ
આપવાની માંગણી નકારી કોર્ટે જણાવ્યું હતું કે, તેનાથી
સમાજમાં સ્ત્રીઓ વિરુધ્ધ ગુના કરનાર તત્વોને પ્રોત્સાહન મળી શકે તેમ છે.