– મહેસુલી
કેસો ચાલતા હોવાથી માલિકી હક નક્કી નહી થતા કલેકટરે અરજી દફતરે કરતા કન્ટેમ્પની
ફરિયાદ કરી હતી

       સુરત

સુરતના
વેસુની જમીનની એન.એની ફાઇલ મુદ્દે કલેકટર કચેરીએ કરેલી કાર્યવાહી સામે હાઇકોર્ટમાં
ખોટું સોગંદનામું કરનાર અરજદાર મનુ માલવીયાને કોર્ટે રૃા.
10 હજાર દંડ ફટકારતો હુકમ
કર્યો હતો.

સુરતના વેસુ
ના બ્લોક નં. 
4-1 ની જમીન એન.એ (નોન એગ્રીકલ્ચર) કરવા માટે જિલ્લા કલેકટરમાં તા5-2-2020 ના રોજ ફાઇલ રજુ થઇ હતી. આ જમીનના જુદી જુદી કોર્ટમાં કેસ ચાલતા હોવાથી જિલ્લા
કલેકટરે માલીકી હક્ક નક્કી નહીં થતા ફાઇલ દફતરે કરી દીધી હતી. ત્યારબાદ જમીન માલિક
મનુ માલવીયા હાઇકોર્ટમાં પડકારતા આઠ મહિનામાં જિલ્લા કલેકટરને નિર્ણય કરવા હુકમ કરાયો
હતો. 
16-8-2021 ના રોજ કલેકટરે ફરીથી આ જમીનને એન.એ કરી આપવાના
બદલે ફાઇલ દફતરે કરી દેવા  હુકમ કર્યો હતો.
તેમાં નોંધ્યું હતું કે
મહેસુલી કેસો ચાલતા હોવાથી માલિકી હક્ક
નક્કી નહીં થતા મંજુરી આપી શકાય તેમ નથી.

<

હુકમ
સામે મનુ માલવીયા ફરી હાઇકોર્ટમાં કન્ટેમ્પટની અરજી દાખલ કરી હતી. જેની ઓનલાઇન
સુનાવણી દરમ્યાન જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા હાઇકોર્ટ સમક્ષ અરજદારે વિગતો
છુપાવી ખોટુ સોંગદનામુ રજુ કર્યુ હોવાનું જણાવ્યું હતું. જેથી હાઇકોર્ટે અરજદારની
પીટીશન ફગાવી ખોટુ સોંગદનામું રજુ કરવા બદલ રૃા.
10 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ જમા નહી
કરાવાય તો રેવન્યુ રાહે રીકવરી કરવા નિર્દેશ આપ્યો છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday