‘ સર્વને સમાન ન્યાય 

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળઅમદાવાદ

કાનૂની સહાય મૂળભૂત માનવ અધિકાર છે, નિ:શુલ્ક અને સક્ષમ કાનૂની સહાય આપનો બંધારણીય અધિકાર છે. ભારતના સંવિધાનના અનુચ્છેદ-૩૯(એ) અન્વયે કાનૂની સેવા પ્રાધીકરણ અધિનિયમ-૧૯૮૭ની જોગવાઈ પ્રમાણે સમાજના નબળા વર્ગોને વિનામૂલ્યે અને સક્ષમ કાનૂની સેવા આપવા કાનૂની સેવા સત્તા મંડળ રચવામાં આવેલ છે. મફત કાનૂની સહાય અને સલાહ રાજ્યમાં કાનૂની સહાય અને સહાય યોજનાના અસરકારક અમલીકરણ માટે ”ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ” એ નામનું વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવેલ છે.

અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/વિમુક્ત અથવા વિચરતી જાતિ અથવા સ્ત્રી અને બાળકો આ આયોજનનો લાભ આવકની કોઈ પણ પ્રકારની મર્યાદા વગર લઈ શકે છે. અન્ય તમામ વ્યક્તિ જેની તમામ સાધનોની મળી કુલ વાર્ષિક આવક રૂ. ૪૦,૦૦૦/- કરતાં વધારે ન હોય તો તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.

વિનામૂલ્યે કાનૂની સહાય અને સલાહ મેળવવા માટે આપના તાલુકામાં આવેલ તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ કે જેઓ આપના તાલુકાના ન્યાયાધીશ છે. તેઓને અરજી કરી શકાય, ફરિયાદીને કેસના ફક્ત ટ્રાયલ સ્ટેજ વખતે જ નહીં પરંતુ ટ્રાયલ સ્ટેજ પર આવતાં પહેલાં પણ મફત કાયદાકીય સહાય ઉપલબ્ધ થઈ શકે છે.

કાનૂની સેવા / સહાય મેળવવાની પાત્રતા : (નિ:શુલ્ક કાનૂની સેવા કોને મળી શકે)

  • અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના સભ્ય હોય
  • સંવિધાન કલમ-ર3માં ઉલ્લેખેલ ગેરકાયદે વેપારનો ભોગ બનનાર
  • સ્ત્રી / બાળક હોય
  • માનસિક રીતે અસ્વસ્થ/અન્યથા અસમર્થ હોય
  • સામૂહિક વિનાશ, જાતીય હિંસા, જાતીય અત્યાચાર, પૂર, દુષ્કાળ, ભૂકંપ અથવા ઔદ્યોગિક સંકટનો ભોગ બનેલા હોય
  • ઔદ્યોગિક કામદાર હોય
  • રૂ. ૪૦,૦૦૦/-થી ઓછી વાર્ષિ‍ક આવક ધરાવનાર વ્યકિત હોય

કાનૂની સહાય મેળવવા માટે સંપર્ક : (કાનૂની સેવા મેળવવા શું કરશો)

  • તાલુકા માટે

અધ્યક્ષશ્રી કાનૂની સેવા સમિતિ તાલુકા સિવિલ કોર્ટ, તાલુકા મથક

 

  • જિલ્લા માટે સંપર્ક

જિલ્લા ન્યાયધીશ વ અધ્યક્ષ શ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા અદાલત

  • રાજ્ય માટે સંપર્ક

કારોબારી અધ્યક્ષ, કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈ કોર્ટ, અમદાવાદ

સભ્ય સચિવ શ્રી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ત્રીજો માળ, ગુજરાત
હાઈ કોર્ટ, અમદાવાદ

કાયમી મફત કાનૂની સહાય અને સક્ષમ સલાહ કેન્‍દ્ર, ૧૨-ડફનાળા,
શાહીબાગ, અમદાવાદ.

  • દેશ માટે સંપર્ક

સચિવશ્રી, સુપ્રીમ કોર્ટ, કાનૂની સેવા સત્તા મંડળ, ૧૦૯, લોયર્સ ચેમ્બર્સ, સુપ્રીમ કોર્ટ, નવી દિલ્હી

 

સુપ્રિમ કોર્ટનો ચૂકાદો
 

સુપ્રિમ કોર્ટનો ચૂકાદો

જિલ્લામાં પોલીસ દ્વારા અટક થયેલી વ્યક્તિની વિગત દર્શાવતું નોટિસ બોર્ડ

નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ થયેલ શ્રી ડી. કે. બસુ વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય અને શ્રી જોગીન્દ્રકુમાર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય મુજબની રિટપિટિશન અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા વ્યક્તિની અટકાયત સંબંધિત કાનૂની જોગવાઈમાં જરૂરી સુધારા કરી વ્યક્તિની અટકાયત સમયે પોલીસ દ્વારા અનુસરવાની રહેતી કાર્યવિધિ આદેશાત્મક રીતે સ્પષ્ટ કરેલ છે. જે અંતર્ગત પોલીસ દ્વારા અટક કરવામાં આવતી વ્યક્તિઓની અટક કર્યા સમય અને અટકાયત સ્થળની માહિતી જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે અટકાયતના ૧ર કલાકમાં એક જાહેર નોટિસ બોર્ડ પર પ્રદશિર્ત કરવાની રહે છે

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday